SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ સામ્યશતક શ્લોક-૭૪ अवधत्से यथा मूढ! ललना-ललिते मनः । मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः || અર્થ – હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મૈત્રી વગેરે ભાવનાઓમાં રાખ અને તારા આત્માનું હિત કર. ભાવાર્થ – “સ્ત્રીથી સુખ મળે છે' એ માન્યતાના કારણે જીવની વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને સ્ત્રી બિરાજમાન હોય છે. તેનું મન સ્ત્રીવિલાસમાં એટલું બધું રત હોય છે કે તેને પોતાનો વિચાર કરવા માટે અવકાશ જ મળતો નથી. તે પોતાનાં હિત-અહિતને, કલ્યાણ-અકલ્યાણને સમજી શકતો નથી અને પોતાનો મનુષ્યભવ સ્ત્રી પાછળ ગુમાવી, પોતાનો સંસાર વધારી દુઃખી થાય છે. જ્ઞાની ભગવંતો એ મૂઢ જીવને સમજાવે છે કે સ્ત્રી આદિના ભોગવિલાસથી વિરામ પામી તું મૈત્રી આદિ સુવિચારણામાં મનને જોડ કે જેથી તારા આત્માનું હિતઅહિત તું વિચારી-સમજી શકે અને સ્વકલ્યાણ સાધી શકે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy