SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા રચાયેલ ભાવાનુવાદ - “સમતાશતક' અત્રે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત સંકલનના મુદ્રણ-ઉપક્રમ અર્થે શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા દ્વારા પ્રકાશિત તથા આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરિજીવિવેચિત “પીયો અનુભવ રસ પ્યાલા' પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે, જે અર્થે પ્રકાશક સંસ્થા તેમજ વિવેચનકારશ્રીના ઋણનો સ્વીકાર કરીએ છીએ. પ્રસ્તુત સંકલન પ્રગટ કરવાના સત્કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર શ્રીમતી સ્મિતાબેન કોઠારી, ડૉ. અતુલભાઈ શાહ, શ્રીમતી લીનાબેન ગાલા, કુમારી રીમા પરીખ, શ્રી પ્રમેશભાઈ શાહ આદિ સર્વ મુમુક્ષુઓને અત્રે અંતઃકરણપૂર્વક ધન્યવાદ પાઠવીએ છીએ. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે.” (પત્રાંક-૩૭૪) પરમકૃપાળુદેવની આ આજ્ઞામાં સહાયભૂત થનાર આ ઉત્તમ સાધનાપ્રેરક ગ્રંથને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથનું ભાવપૂર્વક અધ્યયન તથા તજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા કરવાથી નિજદોષનું અપક્ષપાત દર્શન, વૈરાગ્યનું અપૂર્વ ચિંતન અને સામ્યભાવની અનુપમ અનુભૂતિનો લાભ થશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષવાણીના સાતિશય પ્રભાવથી સર્વ આત્માર્થી જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધે અને સામ્યભાવને આત્મસાત્ કરે એ જ ભાવના. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' પર્યુષણ પર્વ, વિનીત ટ્રસ્ટીગણ, વિ.સં. ૨૦૬૦ શ્રીમદ્ રાજચંદ્ર તા. ૧૧-૯-૨૦૦૪ આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર મુંબઈ
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy