SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ સામ્યશતક શ્લોક-પ૯ यदात्मन्येव निःक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विबाध्यते ।। અર્થ – જે ક્લેશ વિનાનું અને અકૃત્રિમ - સ્વાભાવિક સુખ આત્માની નજીક રહેલું છે, તે સુખનો આ ઇન્દ્રિયો પોતાની સ્વાર્થલંપટતાથી બાધ કરે છે. ભાવાર્થ – આત્મા અનંત અવ્યાબાધ શાશ્વત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનવશ જીવ પરમાં - ઈન્દ્રિયવિષયોના ભોગવટામાં સુખ માને છે, તેમાં જ સુખ શોધે છે અને તે માટે જ પ્રયત્ન કરે છે. આ ભાંતિમાં તે પોતાથી, આત્માના સુખથી દૂર ને દૂર થતો જાય છે, દુઃખી થાય છે, અશાંત થાય છે, ક્લેશિત થાય છે; છતાં તેને ઇન્દ્રિયવિષયો જ સુખ આપશે એમ ભાસતું હોવાથી તે સુખ મેળવવા વારંવાર ઇન્દ્રિયોનો જ આશ્રય લે છે. સુખ માટેની આ બાહ્ય દોડ તેના સહજ સ્વાભાવિક સુખને રસી લે છે અને તેને આત્માના આંતરિક સુખથી વંચિત રાખે છે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy