SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સાશતક ૪૩ શ્લોક-૪3 अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ।। અર્થ - આ સંસારરૂપ જંગલમાં વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં હૃદયહીન પુરુષો ભાન વિનાના થઈને હંમેશાં સૂઈ રહે છે! ભાવાર્થ – જંગલમાં આડીઅવળી કેડીઓ હોય છે, કોઈ વ્યવસ્થિત માર્ગ ત્યાં હોતો નથી. જે જંગલનો માહિતગાર ન હોય તે એમાંથી બહાર નીકળી શકતો નથી અને ભટકી ભટકીને થાકી જાય છે. આ સંસાર પણ જંગલ જેવો છે. સંસારના સ્વરૂપને યથાર્થ રીતે ન જાણનાર એમાંથી બહાર નીકળી શકતો નથી, ભટકી જાય છે. વળી, તે સંસારજંગલમાં વિકસિત થયેલા માયારૂપ લતામંડપને જુએ છે અને એનાથી મોહિત થઈને ત્યાં વિશ્રામ કરે છે. પરંતુ આ મંડપ હૃદયની સરળતાને હણતો હોવા છતાં તે મૂઢ પોતાનાં જ્ઞાનનેત્રોને મીંચીને સૂઈ જાય છે, પણ વિચારતો નથી કે જે તેને સુખરૂપ લાગે છે એ ખરેખર સુખ છે કે અતિશય દુઃખ છે!
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy