SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ : : “હું શાયક ને આ પર, બાકી બધાં જાણવાનાં પડખાં છે. હું જ્ઞાયક છું, બાકી બધું પર’ . આ એક ધારાએ ઊપડે તો એમાં બધું આવી જાય છે, પણ પોતે ઊંડો ઊતરતો જ નથી, કરવા ધારતો નથી, એટલે અઘરું લાગે.” ૧૩. • પ્રવચન-૩, વચનામૃત-૧૩ થી ૨૦ વચનામૃત ૧૩મો બોલ. ૧૨મો બોલ ચાલ્યો છે. હું જ્ઞાયક ને આ પર...” હું એક જાણનાર જ્ઞાયક અને બધી ચીજો રાગથી માંડીને આખી દુનિયા - એ બધી પર. ....બાકી બધાં જાણવાનાં પડખાં છે.' આદરવાનું તો આ જ્ઞાયક સ્વરૂપ ભગવાન ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વરૂપ ધ્રુવ છે. એ એક જ આદરણીય ને સ્વીકારવા લાયક છે. આહા...હા..હા...! છે ? “બાકી બધાં જાણવાના પડખાં “જ્ઞાયક છું, બાકી બધું પર' - આ એક ધારાએ ઊપડે,... આહા......! હું તો એક જાણનાર... જાણનાર... જાણનાર... (છું) એ સિવાય બીજી બધી ચીજો મારી નહિ. એમ એક ધારાએ (એટલે) એક જ પ્રકારે અંતર્મુખ થઈને ઊપડે તો એમાં બધું આવી જાય છે. એક જ્ઞાયકને જાણતાં એગં જાણી, સવું જાણી.” જેણે એકને જાણ્યો એણે બધાંને જાણ્યાં. ઝીણી વાત છે ભાઈ ! એક જ્ઞાયક ધ્રુવ હોં...! પર્યાય પણ નહિ. જાણનાર પર્યાય - અવસ્થા (છે) પણ જણાવા યોગ્ય જ્ઞાયક તે હું છું. બાકી બધાં જાણવાનાં ઘણાં પડખાં આવે. આદરણીય તો એક જ્ઞાયક છું. આહા...હા...! ...પણ પોતે ઊંડો ઊતરતો જ નથી....... આહા..હા...! ઉપરને ઉપર રહે છે, અંદરમાં જવાનો પ્રયત્ન જ કરતો નથી. બહારના ક્રિયાકાંડ અને બહારના
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy