SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આપણે આત્મીયદર્શન જોઇ ચૂક્યા છીએ. હવે આપણે આ ચિત્ર દ્વારા ૧૩ થી ૩૨ સુધીનાં કેન્દ્રોના ગુણ અને ચિન્હોને જોઇશું. પ્રત્યેક ચિન્હ પોતાનું અંગત રહસ્ય પોતાનામાં સમાવિષ્ટ કરી ૭૦ સે.મી.ની લંબાઇ વાળા મેરુ દંડમાં સમાઇ ગયા છે. એ ૨૦ મણકાઓ પાંચવિભાગોમાં વહેંચાઇ જાય છે(૧) સરવાઇકલ - આવિભાગ૧૨ સે.મી. લાંબો છે જેમા ૭ મણકાઓ છે. (૨) થેરોમિક:- આ વિભાગ ૨૮ સે.મી. લાંબો છે જેમા ૧૨ મણકાઓ છે. (૩) લમ્બર :- આ વિભાગ૧૮ સે.મી. લાંબો છે જેમા૫ મણકાઓ છે. (૪) સેક્રમ:-. આ વિભાગ૧૨ સે.મી. લાંબો છે જેમાપ મણકાઓ છે. (૫) કોકિસસ - આ વિભાગ છેલ્લા મણકાથી પૂરેપુરો ઢંકાયેલો છે. એક ખાસ રહસ્યને પામવા માટે આપણે ઉપરોકત વાતોને સમજવી પડે છે. આપણે આપણાં જ બ્રહ્માંડમાં અજિતનાથ ભગવાનનાં સમયનાં થયેલા ૧૭૦ પરમાત્માની પ્રતિષ્ઠા કરી બધાં કેન્દ્રોને પવિત્ર કરવાના છે. આપણે જોયું કે વચ્ચેનાં બીજાથી છઠ્ઠા એમ પાંચ કેન્દ્રોનાં આગળ-પાછળ સંબંધ છે. આગળ-પાછળ ને જોડવા માટે મધ્યભાગ તો છે જ. આવી રીતે આપણી અંદર આગળ પાંચ ભરતક્ષેત્રનાં પાંચ વિભાગછે. મધ્યમાં પાંચ ઐરાવત ક્ષેત્રનાંપાંચવિભાગ છે. પાછળ મેરુદંડમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રનાં પાંચ વિભાગ છે. આમાં મેર દંડમાં ૩૨ કેન્દ્ર છે. આ ૩૨ કેન્દ્રોમાં ૩૨ વિજયમાનીએ અને પાંચ મહાવિદેહનાં ૩૨ વિજ્યોમાં પરમાત્મા પધારે તો ૧૬૦ થઇ જાય. વિદેહ અર્થાત દેહ રહિત અવસ્થા. દેહમાં રહીને દેહાતીત સ્થિતિની અનુભૂતિ મહાવિદેહ છે. આ સ્થિતિની આગળ ભરત ક્ષેત્ર અને વચ્ચે ઐરવત ક્ષેત્રમાં પણ પરમાત્માને પ્રગટ કરીએ તો ૧૭૦ પરમાત્મા આપણી અંદર બિરાજમાન થાય છે. હે પરમાત્મા! પરમ આત્મ સ્વરૂપે તમે સર્વેમાં પ્રગટ થાઓ. દેહાલયમાં દેવાલય, દેવાલયમાં જિનાલય અને જિનાલયમાં સિધ્ધાલયની અનુભુતિ પ્રાપ્ત થાઓ. એજ શુભ કામના સાથે..! ૩ શાંતિ શાંતિ શાંતિ [79]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy