SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ નાં અંકોનું પણ એક વિજ્ઞાન છે. પરમાર્થ એનું રહસ્ય છે. ઉંડાણમાં જઇશું તો આ બધું આપણામાંથી મળી શકે છે. આત્મસાત થવાથી આ બધું સ્વાભાવિક હોવા છતાં આજે વિજ્ઞાનનાં સહયોગથી એ પ્રમાણિત થઇ રહ્યું છે. માટે જ અહીંયા બધાં ચિત્રો રજુ કરવામાં આવ્યાં છે. આવો હવે આપણે ૧૭૦ પરમાત્માને આપણામાં ઉતારીએ પછી તેઓ આપણને ભવજળ પાર ઉતારશે. હવે ક્ષેત્ર ચર્ચા દ્વારા આત્મ ચર્ચા કરીએ. પહેલા સાત ચક્રીય વ્યવસ્થા વાળા ચિત્રમાં આપણે સાત ચક્રોની સાથે બ્રહ્માંડીય વ્યવસ્થામાં ધરતી, આકાશ અને વાયુમંડળોનાં સબંધોને જોઇ શકયા છીએ. આજે આપણે જોઇ શકીએ છીએ કે એક વ્યકિત જેને ગતિમય સ્વરૂપે બતાડવામાં આવેલો છે. એમાં પહેલા મૂળાધારનો ઉર્જાસ્ત્રોત આરોહ ગતિમાં દેખાઇ રહ્યો છે. સાતમું સહસ્ત્રાર ચક્ર આકાશ તરફ અવરોહ ગતિમાં છે. બીજા ચક્રો સ્વાધિષ્ઠાનથી છઠ્ઠા આજ્ઞા ચક્ર સુધી પાંચ કેન્દ્રોમાં આગળ અને પાંચ કેન્દ્રોમાં પાછળ પ્રવાહિત થતો ઉર્જાસ્ત્રોત દેખાડવામાં આવેલો છે. પહેલા અને સાતમાં ચક્રોનો સબંધ મેરુદંડથી નથી. આ બન્ને સ્વતંત્ર છે. સાતમું મેન્ટલ સેન્ટર માનસ કેન્દ્ર રડારનું કામ કરે છે. આને આપણે ટ્રાન્સમીટર પણ કહી શકીએ, ભાવનાત્મક આદાન-પ્રદાનમાં અંદરની જેમ બહાર પણ એ સક્રિય રહે છે. આભા મંડળનું નિયમન, પરિવર્તન, સંક્રમણ બધું આને સબંધે છે. આદાન-પ્રદાન વખતે આમાં પણ પરિવર્તન આવે છે. ઉદાહરણતઃ જ્યારે આપણે પ્રણામ કરીએ છીએ ત્યારે માથું નમાવીને આશીર્વાદ લઇએ છીએ, ત્યારે પણ સ્વીકારતો માથાથી જ કરીએ છીએ. વચ્ચેના પાંચ ચક્રોમાં આગળ અને પાછળ ઉર્જાસ્ત્રોત બતાવેલો છે. આગળનું એ અને પાછળનું બી નામ આપવામાં આવ્યું છે. એફિલીંગ સેન્ટર અર્થાત બોધજ્ઞાન અને અનુભૂતિનું કેન્દ્ર છે. બી વીલ સેન્ટર અર્થાત સંકલા, નિર્ણય, અભિપ્રાય, ઇચ્છા, અભિલાષા, આકાંક્ષાનું કેન્દ્ર છે. આ વીલ સેન્ટરની નજીક તમે મેરુદંડનું એક રંગીન ચિત્ર જોઇ રહ્યાં છો. એમાં બત્રીસ આંતરચક્રો દેખાડવામાં આવ્યા છે, એ આપણા જીવનનાં સંચાર કેન્દ્રો છે, જે બહુજ મહત્વપૂર્ણ છે. આમાં તમે એ પણ જોઇ શકો છો કે એક થી બાર સુધીનાં કેન્દ્રો ચિન્હ રહિત ફકત રંગભરેલા ખાનાઓ જેવા દેખાડવામાં આવ્યાં છે. એક થી બાર સુધીનાં ભાવ કેન્દ્ર નિશ્ચિત આકારમાં નથી રહેતા. પણ તેના રંગો નિશ્ચિત હોય છે. ઉર્જા પરિણામની અંદર જે નામ લખેલા છે તે તેનું ઉદ્ભવ સ્થાન છે. જ્યાં ચિન્હ અને રંગ. દેખાડેલા છે તે પરિણમન સ્થાન છે. વચ્ચે અર્થાત ઉદ્ભવ સ્થાન અને પરિણામની સ્થાનની વચ્ચે એક કાળી રેખા દ્વારા ગ્રાફિક પધ્ધતિનું મધ્યાંતર સ્પષ્ટ કરવામાં આવેલું છે. આ બધાં ભાવ કેન્દ્રો છે. ચિત્રો ફકત નિશાની છે. એક થી બાર સુધીનાં ચિન્હોં પરિવર્તનશીલ હોવાને કારણે તે નિશ્ચિત નથી થતા. [ 76]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy