SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ કીથી આજે લોગસ્સ સૂત્ર વિવેચન આપ સહુનાં હાથમાં મૂકતા મને બહુ જ આનંદ થાય છે. આજે પણ એ દિવસ મને યાદ છે જ્યારે ૧૯૯૭માં જયપુરનાં જવાહર નગરમાં શ્રુતાચાર્યા સાધ્વી ર્ડો.મુકિતપ્રભાજી અને વાત્સલ્ય સ્વરૂપા પૂ. દર્શનપ્રભાજી મ.સા.નું ચાતુર્માસ હતું. એ વર્ષે દિવાળી પછી બીજે દિવસે ગૌતમ પ્રતિપદા સ્વરૂપે વિ.સં.૨૦૫૫ નો પ્રથમ દિવસ હતો. ત્યારે અરિહંતપ્રિયા સાધ્વી ર્ડો.દિવ્યપ્રભાજીએ આશીર્વાદ સ્વરૂપે શબ્દો દ્વારા ભગવાન મહાવીરનાં નિર્વાણ અને શ્રી ગૌતમ સ્વામીનાં કેવળજ્ઞાનનાં સંદર્ભમાં લોગસ્સ સૂત્રનું રહસ્ય ખોલેલું. એ દિવસ લોકો આજે પણ યાદ કરે છે. એ પછી એક સ્વતંત્ર પ્રવચન પણ થયેલું. લોકોની આંખમાંથી વહેલા પ્રભુમિલનનાં એ આનંદાશ્રુહજીપણ ભૂલ્યા ભૂલાતા નથી. એ સમયે જનસમુદાયને સમજાયું કે અનાદિકાળનાં મિથ્યાત્વનો નાશ કરવામાં લોગસ્સ સૂત્રનું બોધિ-બીજ અત્યંત મદદરૂપ થાય તેમ છે. આમાં સમક્તિની અખંડધારાનો પ્રવાહ વહે છે. પ્રભુ મિલનનું આ અદ્ભુત સૂત્ર છે. ત્યારથી લોકોનો એક આગ્રહ રહ્યો કે આ વિશે અમને કંઇ વધારે જાણવા મળે. સમયની મર્યાદામાં રહીને કંઇ કેટલાયે જાણ્યાં અજાણ્યાં કારણોસર આ વિષય નેપ્રસિધ્ધ કરવામાં વિલંબ થતો રહ્યો. સાધ્વી સમુદાયના બે અલગ અલગ ચાતુર્માસને કારણે પણ વધારે ઢીલ થઇ. આમા સંપાદિત પ્રવચનો ઇ.સ.૧૯૯૯ માં મુંબઇ વાલકેશ્વરમાં આયંબિલની ઓળીમાં આપેલા ઇ.સ.૨૦૦૦ માં અમદાવાદ સ્થાનકવાસી સોસાયટીમાં આપેલા ત્રણ પ્રવચનો અને આબુમાં ર્ડો.જે.પી.જૈન અને શ્રીમતી વિનોદજી આદિ ગ્રુપને આપેલા તેનું સંકલન છે. ત્રણ કેસેટ મને મુંબઇથી આવેલા બીનાબેન ગાંધી અને થોડી કેસેટ આબુથી મળેલી તેની ઉપરથી વ્યવસ્થિત લખાવી મેં સાધ્વીજીને મુંબઇપહોચાડી. આમા પાછા સાધ્વી શ્રી સહજસાધનાજીની લખેલી
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy