SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ હવે બ્રહ્મરંધ્રમાં સમાવિષ્ટ થઇ રહી છે. અહીં મગજ ત્રણ વિભાગોમાં વિભાજીત છે. બૃહદ મસ્તિષ્ક જેનું કામ સમજવું અને નિર્ણય કરવો છે. લઘુમસ્તિષ્ક જેનું મુખ્ય કામ સમતોલન બનાવી રાખવાનું છે. ત્રીજુ સુષનાશીર્ષ છે જે સુષુમ્ના નાડીથી મસ્તષ્કનો સબંધ જોડે છે. મગજનાં આ બધાં વિભાગો મગજનાં અંદરના ભાગમાં ઢંકાયેલા રહે છે. આ બધાંની ઉપર પૂર્ણ ઉર્જામય સહસ્ત્રાર વિભાગ છે. ત્યાં આ મંત્રની પ્રતિષ્ઠા કરવાથી બધાં પાસ અર્થાત્ આસપાસનાં વિભાગો સુ અર્થાત્ સુંદર લાગે છે. આપણું મગજ નિરર્થક વિચારો ચિંતાઓ અને ગ્લાનિઓથી ભરેલું છે. એને ખાલી કરી આ મંત્રથી પૂરિત કરી પવિત્ર બનાવવાનું છે. મગજનાં બધાં ભાગ સુપાર્થ કરી ઉર્જાશકિતને કરોડરજ્જતરફ વહેતી કરવાની છે. હે પરમાત્મા! મારી આસપાસ ચારે તરફ તમે ઉપસ્થિત છો. એવો મને વિશ્વાસ છે. તમે સર્વજ્ઞ, સર્વદર્શી છો. બધું જાણો છો. જાવો છો. મારી બધી જરૂરિયાતને સમજો છો, જ્ઞાન દર્શન દ્વારા સદાયને માટે તમે મારી સાથે જ છો. તેવી મને શ્રધ્ધા છે. મે મારી જીવનનાવ તમને સોંપેલી છે. તમે મને ભવજળ પાર ઉતારો. જિર્ણ :- આ ઉર્જાનું સંચાલન કરવા માટેનો મંત્ર છે. ઉપર જઇ ઉર્જાને ખાલી કરી પછી અવરોહની સ્થિતિમાં પાછળ મગજ સાથે જોડાયેલ કરોડરજ્જુનાં માર્ગ પાછી નીચે તરફ ઉતારો. ઉર્જા વાહક આ મંત્ર સંપૂર્ણ લોગસ્સ સૂત્રનો પ્રાણ છે. પ્રત્યેક સાત તીર્થકરોનાં નામની પાછળ આ મંત્ર આવે છે. આ મંત્ર સાડાત્રણ વલયની યાત્રાનો મુખ્ય આધાર છે. પ્રાણ વાહક, ઉર્જા વાહક, સર્વ રક્ષક પ્રત્યેક નામ મંત્રનો મુખ્ય નિયોજક જિર્ણ મંત્ર અનાદિ કાળથી પાપોનો સંહારક રહ્યો છે. આ મંત્ર અત્યંત જલ્દી આત્મસાત થઇ જાય છે. પરમાત્માને માટે પ્રયુકત આ વાચક મંત્ર છે. અનાદિકાળની વાસનાઓનાં સંસ્કારને નાશ કરવા માટેનો આ સફળ અનન્ય મંત્ર છે. (૮) ચંદuહં - પાછા મૂળાધારમાં આવી આપણે આપણી ચંદ્રનાડીનું પ્રભુત્વ એમને સોંપીએ છીએ. આ પરમાત્માનાં જન્મ સમયે પરમેશ્વરી માતાને ચંદ્રપાનનો દોહદ ઉત્પન્ન થયેલો. ચંદ્રપૂર નગરમાં જન્મ થયો અને ચંદ્રનાં ચિન્હ સાથે થયો. એમના સ્મરણ માત્રથી ચંદ્રનાડી શુધ્ધ થાય છે. ચંદ્ર જેવા સૌમ્ય પ્રભાવવાળા મારા. જીવનરૂપી પુનમનાં ચંદ્ર હે પ્રભુ! વિષય કષાયનાં અગ્નિમાં તપતા એવા મારામાં તમારી સૌમ્યતા, શીતળતા અને નિર્મળતા પ્રગટ થાવ. તમારી પુણ્ય પરમાણુવાળી નામ પ્રભાથી મારી આભાને શોભાયમાન કરો. (૯) સુવિહિં ચ પુફદંત - સંપૂર્ણ નામસ્તવમાં નવમાં ભગવાનનું નામ બે વાર આવે છે. બે નામ હોવાને કારણે આધાર ગ્રંથોમાં બે ધારણાઓ પ્રચલિત છે. એક માં સુવિધિ શબ્દને વિશેષણ અને પુષ્પદંતને નામ માનવામાં આવે છે. વિશેષણ અને નામના જ ક્રમમાં બીજી ધારણામાં સુવિધિને નામ અને પુષ્પદંતને વિશેષણ માનવામાં આવે છે. પહેલા આપણે કેટલાક આધારો પર નજર કરી આગળ બે નામને કારણો [ 64 ]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy