SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્ર જોવાથી આ વધારે સમજી શકાશે. જુઓ પ્રવાહમાં આરોહણ કરતાં કરતાં તમે તમારી કરોડરજ્જુનાં માર્ગ ઉપર સહસ્ત્રાર સુધી સરળતાથી પહોંચી શકો છો, આ ચક્રો શરીરનાં આગળ પાછળ નહી વચ્ચે છે, પરંતુ ચાલવાનો માર્ગ આગળ પાછળ. - બન્ને તરફ છે, ઉપર ચઢતા સાતમી ગાથા આવતા જ સૂર્ય ચંદ્ર પ્રકૃતિ માંથી સાગર સ્વરૂપે પરમ શકિતને મળી ફરી પાછા આજ્ઞા ચક્રમાં આવે છે. પેલી વાર સાતમી ગાથા સહસ્ત્રારમાં સમાપ્ત થશે. પાછી અહીં જ સાતમી ગાથા શરૂ થઇ આજ્ઞાચક્ર સુધી પૂરી થઇ આજ્ઞા ચક્રમાં છઠ્ઠીગાથા બોલવામાં આવે છે. તમે આ બે ચિત્રો જોઇ શકો છો. આ મારી કલ્પના નથી પણ તમારું વિજ્ઞાન છે. ચિત્રની નીચે આપવામાં આવેલ ત્રણે નિયમો વિજ્ઞાનના આપેલા છે. હા! એક વાત ધ્યાનમાં રહે, વિજ્ઞાનનો ઉદેશ્ય અહી ફકત ઉર્દ સ્ત્રોતને ચલાવવામાં જ છે. લોગસ્સનું કીર્તન કરવામાં નહી. જેને આપણે આપણામાં ચલાવવા છે તેમાં આપણી ઇચ્છા કામ લાગે છે. અંતે ગાથાઓનું સમીકરણ આપણે પોતે કરવાનું છે. સાતે ચક્રોમાં ઉર્જાઓને ચલાવવાનો ક્રમ અહી આપવામાં આવ્યો છે. આપણને તો ફકત સાતે ગાયાઓનું સ્મરણ કરવાનું અદ્ભત રહસ્ય લોગસ્સથી પ્રાપ્ત કરવાનું છે. જે વાહન ને ચલાવવામાં આપણને તકલીફ લાગે છે, તે વાહન આપણે ડ્રાઇવરને હવાલે કરી દઇએ છીએ. એવી જરીતે આપણે આપણીધર્મયાત્રાનું આ વાહન ગૌતમસ્વામીને સોંપી દેવાનું છે. તેઓ આપણી આ યાત્રા આનંદ સાથે સંપન્ન કરી આપણને મોક્ષ સુધી પહોંચાડશે. કેટલાક લોકો પ્રવચન પછી ચિત્રોની ચર્ચા કરવા મારી પાસે આવે છે. કહે છે અમને આપી દો. મે કહ્યું જે છે તે તમારી સામે રજુ કરેલુ જ છે. થોડાક ઉંડા ઉતરશો તો આ બધું તમારી અંદર જ સમાવિષ્ટ થયેલું જણાશે. સામે જે રજુ થયુ છે તે પણ તમારુ પોતાનું જ છે, મને મારા ગૌતમસ્વામીએ બક્ષીસમાં લોગસ્સ આપેલો છે. એ સૂત્ર તમને સરળતાથી સમજાવવા માટે મારે આ ચિત્રની સહાયતા લેવી પડે છે. તમે ચિત્રોનાં ચક્કરમાંથી બહાર આવો અને અંદર ઉંડા ઉતરો. ચિત્રોથી તો ફકત સમજવાનું જ છે. જ્ઞાની પુરુષોનાં રહસ્યોને આ પ્રમાણે સાબિત કરી બતાવવા એ આપણી શ્રધ્ધાનાં પડકાર સ્વરૂપ છે. બુદ્ધિનું પ્રદર્શન છે. તો પણ આ પ્રદર્શનથી તમને પ્રભુ દર્શનનું સ્પર્શન થાય, એજ ઇચ્છા સાથે અહીંઆ બધું રજુ કરવામાં આવ્યું છે. હવે આપણે આવીએ છીએ મહત્વનાં રહસ્યમય અજ્ઞાત અને ગુપ્ત ત્રીજા આવર્તમય પ્રયોગ તરફ. અત્યાર સુધીનાં બધાં જ પ્રયાસો આ માટે જ કરવામાં આવેલા છે. આ પ્રયોગોમાં આપણે ૨,૩,૪, ગાયાનો જ ઉપયોગ કરવાનો છે. આમાં એક યોજનાબધ્ધવ્યવસ્થા છે. ચોવીસ તીર્થંકરોમાંથી ૧ થી ૭, ૮ થી ૧૪ અને ૧૫ થી ૨૧ સુધીનાં પરમાત્માઓના નામ પછી “જીણ” શબ્દ આવે છે. કુલ સાત નામો સાત ચક્રોમાં પ્રતિષ્ઠિત કરી પાછળ કરોડ રજ્જુમાં “જીણ” શબ્દ સાથે નીચે ઉતરી પાછા મૂળાધાર સુધી પહોંચવાનું છે. [56]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy