SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આને અનુગ્રહ કહેવાય છે, એટલે જ તો મહાપુરુષોનાં ચરણોમાં નમસ્કાર કરવામાં આવે છે. આ અનુગ્રહ પણ ગોળાકાર હોય છે. એ જ્યારે ચારે તરફ ક્ષેત્રાન્વિત થઇ ફેલાય છે ત્યારે તેને અવગ્રહ મંડળ કહેવાય છે. ગુરુનાં આસનની આજુબાજુ સાડા ત્રણ હાથ જેટલી આ અવગ્રહ મંડળની જગ્યા હોય છે. જેને ગુરુનો અવગ્રહ કહેવામાં આવે છે. કોઇએ એ અવગ્રહમાં પ્રવેશવું હોય તો “અણુજાણહ” એમ બોલીને ગુરુની આજ્ઞા લેવી પડે છે. આ વ્યાપ ગુરુના આત્મ શરીર પ્રમાણની ચારે તરફ્ની મિત્ત માપવાળી ભૂમિનો માનવામાં આવે છે. ગુરુ મંડળમાં પ્રવેશ કરતાં પહેલાં શિષ્ય બન્ને હાય આજ્ઞાચક્ર પાસે લઇ જઇ ગુરુ પાસે આજ્ઞા માગે છે. હે પ્રભુ! મને આજ્ઞા આપો હું તમારા અવગ્રહમાં, તમારા આભા મંડળમાં પ્રવેશ કરવા માગું છું. જ્યારે ગુરુ સ્વીકૃતિ આપે છે ત્યારે આપણે અવગ્રહમાં પ્રવેશ કરીએ છીએ, અને એ સાથે જ આપણો ગુરુ સાથેનો સમ્પક શરૂ થઇ જાય છે. આપણે નમસ્કાર કરીએ, ગુરુ આંખોથી વાત્સલ્ય હોઠોથી મુસ્કાન । અને અંતઃકરણનાં અનુગ્રહ સાથે આશીર્વાદ મુદ્રા દ્વારા હાથ ઉંચો કરી નમસ્કાર સ્વીકારે છે, અને પોતાની અંતઃપ્રજ્ઞાથી ઉત્પન્ન થયેલી પ્રસન્નતાનું વરદાન આપણામાં પ્રગટ કરે છે. સહસ્રાર :- અંતર્પ્રજ્ઞાનો મુખ્ય સ્રોત સહસ્ત્રાર છે. પવિત્ર પ્રેમનું મહાગણિત અહીંથી જ ઉદ્ભવે છે. ૧+૧=૨ આ ગણિત છે. અને ૧+૧=૧૧ આ મહાગણિત છે, આ મહાગણિત પરમ રહસ્યોનો ભરેલો અખંડ પ્રેમ છે. હજારો આરાઓથી બનેલું આ ચક્ર સહસ્ત્રાર ચક્ર છે. મગજમાં હજારો નાડીઓ છે, આપણા નમસ્કાર અર્પણનો એક પ્રકાર છે. આપણે તો ફક્ત અર્પણ કરવાનું છે. બદલાવવાનું કામ એ કરશે. એમની પાસે બધાં જ ઇલાજ છે. ક્રોધને ક્ષમા અને પ્રેમમાં બદલાવી નાખશે. આજે લોકો પોતાની આ નબળાઇ ને ખુલ્લંખુલ્લા કહે છે કે ગુસ્સો તો આવી જ જાય છે. એનો રસ્તો બતાવો. એનો રસ્તો કપટ રહિત ચરણોમાં અર્પણ થવું એજ એક માત્ર છે. હૃદયની બાયપાસ સર્જરી થઇ શકે છે, પરંતુ મગજની બાયપાસ સર્જરી નથી થઇ શકતી. અહીં વૃત્તિ પરિવર્તન થઇ શકે છે. અને આ પરિવર્તન સદ્ગુરુ અને પરમાત્મા સિવાય બીજું કોણ કરી શકે છે? માથું ધરી દેવાનું છે. માથું ધરી દેવા માટે તો “મત્થેણંવંદામિ”કહેવાય છે. આપણે માથું નમાવવાને બદલે ફકત હાય જોડીએ તો “હસ્થેણંવંદામિ” થઇ જાય છે, મૂળાધારથી સહસ્ત્રારનો પ્રવાસ એ યોગીઓ ની ભાષા છે. આ રસ્તો દેહનાં મધ્યભાગમાંથી પસાર થાય છે, સાત કરોડ સ્નાયુઓનાં તંતુઓ મગજમાં હોય છે એમ આજનું વિજ્ઞાન કહે છે. અપાર ક્ષમતા અહીં હાજર છે. ફક્ત તેનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ રસ્તો, આ પંથ મુખ્ય ત્રણ નાડીઓમાં ચાલે છે. જેમા ઇડા અને પિંગળા જ્યાં સુધી કાર્યારત હોય છે ત્યાં સુધી વારાફરતી નિયમિત ચાલતી રહે છે. આ બન્નેની વચ્ચે એક મુખ્ય નાડી છે જે ઉર્જા-પરિણમન કરતી રહે છે. એને યોગીઓએ સુષુણ્ણા નાડી કહેલ છે. એ કરોડરજ્જુનાં મધ્યભાગે અતિ સુક્ષ્મ [ 47 ]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy