SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સૃષ્ટિનાં સમસ્ત જીવોને ક્ષણવાર માટે સુખ અને આનંદની અનુભૂતિ થાય છે. ચ્યવન કલ્યાણકનું સ્વાધિષ્ઠાનમાં આત્મધ્યાન થવાથી મોક્ષની અનુભૂતિ પ્રગટ થાય છે. . મણિપુર ચક્ર :- આ છે આપણા નાભિમંડળની નજીકનું સ્થાન જેમ દોરામાં મણિ પરોવીને માળા બનાવવામાં આવે છે તેવી જ રીતે પ્રાણ ઉર્જા નાભિનાં મણકાઓમાં પરોવવામાં આવે છે. મંત્રો દ્વારા ઉર્જાની ઉત્પતિ અહીં જ થાય છે. આ જન્મ કેન્દ્ર છે. આ કેન્દ્રમાં જ આપણે માતા સાથે સબંધ સ્થાપિત કરેલો. હવે આમાં જ આપણે પરમાત્મા સાથે જોડાઇ જઇશું. હેપરમ તત્વ ! તારુપરમ સ્વરૂપ મારામાં પ્રગટો . તારા સ્વરૂપનો મારામાં જન્મ થાય, તો મારુ કલ્યાણ થાય, આને આપણે ધ્યાનમય જન્મ કલ્યાણક કહીએ છીએ. અનાહત ચક્ર - જે મંત્રમણિપુર સુધી પહોંચે છે તે ઉર્જામય બની હૃદય સુધી પહોંચે છે. સંસારમાં આને પ્રેમનું સ્થાન માનવામાં આવે છે. પ્રેમ, સ્વાગત અને અભિનંદન અહીં જ થાય છે. દુનિયાનાં પ્રેમનું પૂર્ણવિરામ અને પ્રભુ પ્રેમની અવિરામ યાત્રાનો આ શુભ સંદેશ છે. હે પ્રભુ! તારી સાથેની પ્રેમ દીક્ષા અને સમર્પણનું આ પણું દીક્ષા કલ્યાણક છે. યોગમાં યોગીઓએ હૃદયસ્થાનને અનાહત ચક્ર કહ્યું છે. આહત એટલે ટકરાવું, ઇજા, આઘાત. અનાહતનો અર્થ ઇજા આઘાતાદિથી રહિત થવું. સંસારનાં બધા સબંધોમાં, પ્રત્યેક કાર્યમાં ઘર્ષણ છે. પ્રભુ પ્રેમનો સાધના પંચ આઘાતરહિત છે. જ્યાં આઘાત નથી, ત્યાં ત્યાઘાત પણ નથી , વિશુધ્ધિચક્ર - જ્યાં વ્યાઘાત નથી ત્યાં જ વિશુદ્ધિ છે. પરમાત્માનાં પ્રેમની પ્રયોગશાળામાં પ્રવેશ કરતાં પહેલાં પૂર્વે કરેલાં પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે છે, પ્રાયશ્ચિત લેતાં જ વિશુદ્ધિ થાય છે. અને વિશુદ્ધિ થતાં જ સાધક માયા, નિદાન અને મિથ્યાદર્શનથી અળગો થઇ જાય છે. શાસ્ત્રોમાં આને ઉત્તરિકરણ, પ્રાયશ્ચિતકરણ, વિશુધ્ધિકરણ અને વિશલ્વિકરણ નામ આપ્યું છે. કંઠકૂપમાં આનું સ્થાન બતાવેલું છે. વિશુધ્ધિની સાથે કાઉસગ્ગ મુદ્રાસિધ્ધ થવાથી વચનસિધ્ધિ પણ થાય છે. ટેકસાસ યુનિવર્સિટી અને નાસારિસર્ચ સેન્ટર વાળાઓએ સંશોધન કરીને પ્રમાણિત કર્યુ છે કે પ્રત્યેક અણુનું રૂપાંતર થઇપાછુ ઉપયોગમાં આવી શકે છે. પ્રત્યેક અણુરિયુઝેબલ છે. એની ઉપરથી જ એ લોકોએ ડેલિસ્કોપિક એન્ટેનાનીશોધ કરી આગમોમાં કાઉસગ્ગશ્વાસોશ્વાસ રૂપે હતો. આવશ્યક નિર્યુકિતમાં આનો પુરાવો છે. પરંતુ સમાયાંતરે કાઉસગમાં લોગસ્સને મુખ્ય સ્થાન મળવાનું કારણ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ અર્થાત પાપોથી પાછા ફરવું. અને પોતાનામાં આવવું અને પાછું પાપ ન થાય એટલે લોગસ્સનો કાઉસગ્ગ કરવો. બહારનાં આક્રમણોથી બચવા લોગસ્સ સૂત્ર કવચનું કામ કરે છે. આનાથી સંક્રમણનો પ્રયોગ થાય છે. ઘરે [45 |
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy