SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વિશ્વાલય માં સ્વવિલય. આવર્તનનાં બે પ્રકાર છે. શબ્દ આવર્તન અને ઉર્જા આવર્તન, જ્યારે શબ્દો ઉત્પન્ન થાય છે ત્યારે તે અક્ષર હોય છે. અક્ષરો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે ભાષા બને છે, ભાષા જ્યારે ભાવમાં જોડાય છે ત્યારે વાણી બને છે. વાણી જ્યારે પરાવાણી બની મહાપુરુષોની ચેતનાને સ્પર્શે છે ત્યારે મંત્ર બની જાય છે. મંત્રોનું જ્યારે રટણ થાય છે, ઘર્ષણ થાય છે ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જા જ્યારે આરોહ-અવરોહ કરે છે ત્યારે આવર્તન બને છે. આવર્તનમાં ઉત્પન્ન થનારી શ્રધ્ધા શબ્દોની યાત્રા બની અવિનાશી આત્મપ્રાપ્તિનું સાધન બની જાય છે. આ યાત્રા સાધના છે, આરાધના છે, ઉપાસના છે. લોકમાં શબ્દો ઘણાં છે. કેટલાક શબ્દો દ્વારા કોલાહલ ઉત્પન્ન થાય છે, કેટલાક શબ્દો દ્વારા કૌતૂહલ ઉત્પન્ન થાય છે. કેટલાક શબ્દો સ્વયં કીર્તન બની જાય છે. કીર્તનમય શબ્દ કૈવલ્ય પ્રગટ કરી શકે છે. પરમ ગુરુ ગૌતમસ્વામીથી પ્રગટ થનારા લોગસ્સના શબ્દો કૈવલ્ય સુધી પહોંચાડવામાં સક્ષમ રહ્યાં. સંજોગવશાત એક સક્ષમ સાર્થકપ્રયોગ આપણને પણ મળ્યો છે. કીર્તનનું આવર્તન શબ્દો દ્વારા શરૂ થઇ શબ્દાતીત થઇ જાય છે. વાણી બની મૌનમય બને છે, આકારથી શરૂ થઇ નિરાકાર સુધી લઇ જાય છે. “કિત્તિઇસ્સું” ની પ્રતિજ્ઞામાં છ એ છ આવશ્યક સમાઇ જાય છે. કીર્તન કરવામાં આવે છે. “કરેમિ અર્થાત કરુ છું. શું કરવું છે? તો કહે છે કે કીર્તન કરવું છે. ત્રણ કરણ ત્રણ યોગથી કરવામાં આવેલું કીર્તન છઠ્ઠું આવશ્યક બની જાય છે. ચોવિસ જિનની આરાધના ચતુર્વિશતિ સ્તવનું બીજુ આવશ્યક છે. સાડા ત્રણ આવર્તનની યાત્રામાં પાંચ વાર વંદના આ ત્રીજુ આવશ્યક છે. અનાદિકાળથી ત્યાગ કરીને દૂર નીકળી ગયેલા માટે માત્ર સાત ગાથાની લઘુ યાત્રા કરીને ઘરે પાછા ફરવાનો મોકો મળે છે. નિજ સ્વરૂપ સમઘરમાં પાછા ફરવાનું પ્રતિક્રમણનું ચોથું આવશ્યક છે. દેહમાં રહીને વિદેહીનો અનુભવ કરવો, સમાધિની સંપ્રાપ્તિ કરવી કાઉસગ્ગ છે. આ સફળતાનું ઉત્કૃષ્ટ સાધન લોગસ્સ છે. એ કારણે જ શ્વાસ-પ્રશ્વાસની પ્રસિધ્ધ પૂર્વ પરંપરાને સ્થાને બધે લોગસ્સના કાઉસગ્ગનું અવતરણ થયુ છે. છેલ્લું આવશ્યક પચ્ચક્ખાણ છે. સમગ્ર સૃષ્ટિ સાથેના વ્યવહારને તોડી પરમ તત્વ સાથેનાં સંબંધમાં જોડી સમસ્ત પાપ ક્રિયાઓનાં વિરામ દ્વારા પચ્ચક્ખાણ સુધી પહોંચાડનાર છઠ્ઠો આવશ્યક છે. લોગસ્સ સૂત્રમાં દર્શાવેલ અંકોનું ખૂબ મહત્વ રહ્યું છે. મંત્ર અને ઉર્જાનાં સબંધોનું સ્વરૂપ સાત અંકોથી જ નિર્મિત છે. માત્ર સાડા ત્રણ આવર્તનની યાત્રામાં જ [43]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy