SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ એવો તું! તારી સામે આવવાનો પ્રત્યક્ષ થવાનો આજે પહેલીવાર અવસર મળ્યો છે. અભિ અર્થાત સામે સર્વજ્ઞ- સર્વદર્શી સાથે અહી એવી રીતે સંવાદ છે, જેમ બાળક માં સાથે વાતો કરતું હોય. પ્રભુ બોલ્યા તું જ્યાં છો ત્યાં વિશાળ સંસાર છે. કેટલાયે લોકો છે તેઓની સ્તુતિ કર. મને મારી સ્તુતિની કોઇ અસર નહીં થાય, કેમકે હું તો “સમો નિંદા પસંસાસુ” નિંદા અને પ્રશંસામાં હું સમાન છું. સમભાવ મારો સ્વભાવ છે. જેઓ પ્રસન્ન થાય છે તેમની સ્તુતિ કર, મારી સ્તુતિ શા માટે કરે છે?હવે પ્રભુનાં આ પ્રશ્નનો જવાબ આપણે આપી રહ્યાં છીએ. પ્રભુ! અમે તારી સ્તુતિ એટલે કરીએ છીએ કે તું વિહુયરયમલા” છે. રજ એટલે કર્મ અને મલ એટલે કષાય તું કર્મ અને કષાય,રજ અને મળથી રહિત છો. પરમ વિશુધ્ધ છો. હું મલિન છું પણ તારે મારો સ્વીકાર કરવાનો છે, મને સમીપ લાવવાનો છે. કાદવમાં પડી ગયેલાને કાદવથી ખરડાયેલા બાળકને જેમ મા ઉપાડી લ્ય છે એમ તારે મને આ સંસારથી વિમુખ કરવાનો છે. તું મારી મા છો. મારી એ માતાએ તો મને જન્મ આપ્યો છે ! પણ તારે તો મને જન્મમૃત્યુનાં નકામા ફેરા માંથી છુટકારો અપાવવાનો છે. કેમકે તું “પહીણ જામરણા” છે. તે જન્મ-મરણને સમાપ્ત કરી દીધા છે. પ્રભુ એ પૂછયુ બોલ તને શું જોઇએ? પ્રભુ જ્યારે તમને પણ આમ પૂછી લે તો તમે શું જવાબૅઆપો? જો કે ગુરુ ગૌતમસ્વામીએ આનો જવાબ તો આપણને શિખવી રાખ્યો છે. એમણે કહ્યું “મે પસીયંતુ મારા પર પ્રસન્ન થાવ, પ્રભુ કહે હું તો સદાયે સ્વ માં જ પ્રસન્ન છું. એટલે તારે વિનંતિ કરવાની જરૂર નથી. આત્માનો સ્વભાવ જ પ્રસન્નતા છે. પ્રસન્નતા કોઇ પ્રદાર્થ તો નથી કે જેની આપ-લે થઇ શકે. હવે આપણે ખૂલાસો કરવો પડશે! પ્રભુ આપનું કહેવું સાચું છે. પણ “મે પસીયં,” તમે તો મને પ્રસન્ન કરો. તમે તે રાજી-નારાજગી થી અલિપ્ત છો. પણ મને તો પ્રસન્નતા જોઇએ છે. તમે મને પ્રસન્ન કરો, મારી પ્રસન્નતા મારામાં પ્રગટ કરો, પ્રભુ ગંભીર બની ગયા. તો ભકત ફરી બોલ્યો પ્રભુ કેમ ગંભીર બની ગયા? તમો “કિતિય-વંદિય-મહિઆ” છો. જેનુ કીર્તન કર્યું છે તે તમે મારા કીર્તીત છો, વંદિત છો, પૂજિત છો. આ લોક માંથી જેઓ પણસિધ્ધ થયા છે. તેઓ બધા મારા દ્વારા કીર્તીત, વંદિત, પૂજિત છે. આજે તો મને કઇક આપવું જપડશે. પરમાત્માએ પૂછ્યું બોલ શું જોઇએ છે?ભકત એ કહ્યું, “આગબોહિલાભ સમાહિ-વરમુત્તમંદિતુ” આ રીતે લોગસ્સ સૂત્ર સંવાદાત્મક શૈલીનો ઉત્કૃષ્ટ નમુનો છે. સંવાદાત્મક હોવાનો એનો બીજો પૂરાવો એ છે કે એની મહત્વપૂર્ણ સંબોધન શૈલી. એમા અનેક સંબોધન રજુ થયા છે. આ સંબોધનો ખૂબ મીઠા, ગંભીર અને રહસ્યમય છે. સ્તુતિ કરનાર પરમાત્માને પ્રત્યક્ષ સમજી સ્વયં ને વ્યકત કરે છે. એટલે તો એમા સ્તુતિ કરનારનું કોઇ નામ નથી, પરંતુ “મએ”, મે”, મમ” વગેરે શબ્દો છે. “મએ” અર્થાત મારા દ્વારા, “મે” અર્થાત મને, અને “મમ” અર્થાત મારુ. પરમાત્માને માટે [32]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy