SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આગલા પ્રવચનમાં આપે જોયું કે જેમ બહાર લોક છે તેમ અંદર પણ લોક છે. જેમ બહાર લોકમાં મેરુપર્વત છે તેમ આપણા માનવીય દેહ પર્યાયમાં પણ મેરુદંડ સ્વરૂપે કહેવાતો મેરુપર્વત છે. તમે ક્યારેક સૂયગડાંગસૂત્રનું છઠુ અધ્યન જેને “પુચ્છિન્નુણ” કહેવાય છે. તે સાંભળ્યું હશે. તેમાં પરમાત્મા મહાવીરને મેરુપર્વતની ઉપમા આપી છે. તેની બારમી. ગાયામાં કહ્યું છે “સે પલ્વેએ સ૬મહUગા સે” આ ગાથામાં મેરુપર્વતને શબ્દોનો મહાપ્રકાશ કહેવામાં આવ્યો છે. શબ્દોનો મહાપ્રકાશ મહાધ્વનિથી ઉત્પન્ન થાય છે. પરમાત્મા મહાવીર મેરુપર્વત સમાન છે. “પુચ્છિસુણ” માં રહેલું પરમ તત્વ આ મહાધ્વનિનો પ્રતિધ્વનિ છે. સંપૂણ મેરુપર્વતને તમે જુવો જેનું અહીં ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. આમામેરુપર્વતનાં કંદ-કાંડ વિભાગથી આયોજીત વન, આપણી અંદરની બધી જ ચક્ર વ્યવસ્થાનાં પ્રતીક બની ગયા છે. નાભિકંદ નંદનવન છે, હદયનું અનાહત ચક્ર સોમનસ વન છે. કલ્પસૂત્ર, અંતગડસૂત્રમાં સંતોનાં પદાર્પણ વખતે, ખુશી વ્યકત કરવા હદયને માટે આ શબ્દોનો ઉપયોગ કેટલાયે ઠેકાણે જોવા મળે છે. “પરમ સોમણસ્સ હિયયા” આ વાક્ય અહીં ઉપયોગમાં આવ્યું છે. સોમનસનાં કમળ અને સુમનસ એમ બે અર્થ થાય છે. હદય કમળની જેમ ખીલી ઉઠયું અને મન પવિત્ર સુમનસ બની ગયું. આજ્ઞા ચક્રનું સ્થાન પંડકવન મનાય છે. આજ્ઞા સ્થાનને અભિષેક શિલા સ્વરૂપે માનવામાં આવ્યું છે. એની ઉપર એટલે કે લલાટની ઉપર આવેલું મંદિર છે જે સ્થાન આપણું મગજ છે. એની મધ્ય ભાગમાં લોલક, પેડુલિયમ અને ઘંટનું ચિત્ર આપવામાં આવ્યું છે. ત્યાં મહાધ્વનિનું સ્થાન છે. આપણા મગજનાં બે વિભાગ છે. રાઇટ હેમોસ્ફીઅર અને લેફ્ટહેમોસ્ફીઅર. અર્થાત રેશનલ માંઇડ. બાળપણમાં આપણે લેફટ હેમોફીઅરને સક્રિય કરીને રાઇટ ને સુષુપ્ત કરી દઇએ છે. તો પણ જોવા જઇએ તો પુરુષો કરતાં સ્ત્રીઓનું મગજ વધારે સક્રિય હોય છે. રાઇટ હેમોસ્ફીઅરને સક્રિય કરવા માટે આપણે દિવ્યશકિતનો ઉપયોગકરવો પડે છે. જેવી રીતે ધ્વનિતરંગો રડાર પરથી પૃથ્વીના પોલાણમાં ભટકાઇને રડારમાં પાછા ફરે છે. ઠીક એવી જ રીતે આ પધ્ધતિ મગજમાં લોલક દ્વારા ગતિમાન થઇ ચૌદ રાજલોકમાં ફરી અને પાછી લોલક પર આવી પહોંચે છે. જગતમાં જે મેક્રોકોસ્મિક છે, તે બધું જ આપણામાં માઇક્રોકોસ્મિક રૂપે છે. આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા એક શોધ થઇ હતી જેનું નામ હતું હોલોગ્રામ થિયરી. આ થિયરી મુજબ વસ્તુનાં એક અંશની નેગેટીવ તેના સંપૂર્ણતત્વની પોઝેટીવ આપી શકે છે. લેસર સિસ્ટમથી તેઓએ કેળા પર પ્રયોગ કરેલો. લેસરમાં પ્રેકટરનાં સાત રંગો સાથે અટ્રાવાયોલેટ વેલ્સ અને ઇન્ફોરેડવેલ મળીને કૂલ નવ વેસ એક સાથે ફેંકવામાં આવે છે. જો હોલોગ્રાફિક * [27]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy