SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ ગુરુ ગૌતમ સ્વામી પોતે મુદ્રામય બની ગયાં. નાભિને સ્પેશલા હાથ ઉર્જામય બની ગયા. નાભિની ઉન્નતિ થઇ. ઉન્નતિમાં જાગૃતિ આવી. જાગૃતિમાં લય, લયમાં મુક્તિનો મહાલય, મહાલયમાં હદયનો હિમાલયહિમાલયમાં જિનાલય, જિનાલયમાં સિધ્ધાલયની અનુભૂતિ થવા લાગી, ભકિતની ચરમ સીમા છે. પૂર્ણતાનું લક્ષ્ય પરમ છે. પરમશોધ હવે સંબોધનમાં અને સંબોધન હવે સમાધિમાં સમાઇ રહ્યું છે. વાતાવરણમાં સન્નાટો છે, શાંતિ છે. એકાંત છે. ભયાનક જંગલની ભયાનકતા ભગવત્સત્તામાં સમાપ્ત થઇ રહી છે. કો ફરિસ્સઇ ઉજ્જોયું?” નો પ્રશ્ન પોતે જ પ્રકાશિત બની ને અવતરી રહ્યો છે. શ્વાસ- વિશ્વાસમય બની ગયો. જગતમાં છવાયેલો અંધકાર પરમાત્મા જ દૂર કરશે. અજવાળુ એ જ કરશે. અપાર્થિવ સત્તાપણ અદભુત છે. અંધકાર પ્રકાશમાં બદલાવા લાગ્યો. “અંધિયારે તમે ઘોરે”નો પ્રશ્ન ઉત્તર બનીને અવતરિત થયો. ઉચ્ચઓ વિમલો ભાણુઃ સવ્વલોય પથંકરો સો કરિસ્સઇ ઉજ્જોયું, સવ્વલોયશ્મિ પાણિણા એજ કરશે પરોઢ, એજ કરશે પ્રભાત. એજ દૂર કરશે અંધકાર. અંધકારનાં કેટલા પ્રકાર રાતનો અંધકાર, અમાસનો અંધકાર, અંદરનો અંધકાર, બહારનો અંધકાર, અંધકૈાર જ અંધકાર; પણ સર્વે પ્રકારનાં અંધકાર માત્ર એજ હરશે. એજ કરશે બધાની સવાર. ભલે રાત અમાસની હોય પણ સાથે લોગસ્સનો પ્રકાશ છે. પ્રકાશમાં ઉજાસ છે. ઉજાસમાં ચોવીસ જિનેશ્વરોનો વાસ છે. લોગસ્સ પ્રગટ થયો. સમીકરણ અદ્ભુત થયું. સૂત્ર સિધ્ધ થયું. પ્રવાસનો પ્રારંભ થયો. આ પ્રવાસ છે આત્માનાં પ્રત્યક્ષીકરણનાં પ્રયત્નનો. પરમાત્માનાં પ્રત્યક્ષીકરણનો પ્રયોગ અને પરિણામનો. તમે એ તો સારી રીતે સમજી શકો છો ને કે પરમાત્માનાં મિલન માટે ધ્યાન જરૂરી છે. ધ્યાન માટે બેસવું જરૂરી છે. સીધા બેસવાથી આપણી બરોળ પણ સીધી રહે છે. કરોડ- રને આરામ મળવાથી પ્રાણધારા સામાન્ય રીતે પોતાનું કાર્ય શરૂ કરી દે છે. એટલે આપણું મન શાંત થઇ જાય છે. કરોડ-રજુ એટલે જ મેરુદંડ. લોકનું ચિત્ર તમે જોયું હશે. જેમાં નાભિસ્થાનનાં મધ્યમાં મેરુપર્વત બતાવેલ છે. એના વર્તુળાકારે સૂર્ય ચંદ્ર પ્રદક્ષિણા કરતાં રહે છે. શાસ્ત્રકારોએ એને મલખંભા જેવો વર્ણવેલો છે. સ્તંભ જેવી રીતે ઉભો હોય છે, એ જ રીતે બરાબર મધ્યભાગમાં નીચે અધોલોકને અને ઉપર ઉદ્ગલોકને સ્પર્શ કરતો બતાવવામાં આવેલ છે. એવી રીતે મેરુપર્વતનું પ્રતીક છે આપણો મેરુદંડ. કરોડનો છેલ્લો ભાગ શકિતકેન્દ્ર રૂપે મૂળાધારમાં નિષ્ક્રિય અવસ્થામાં પડેલો છે. જેમ મેરુપર્વતની આસપાસ સૂર્ય, ચંદ્ર ફરે છે. એવી જ રીતે મરુદંડની આસપાસ સૂર્ય ચંદ્રનાડી ચાલે છે, અને નક્ષત્રની જેમ બીજી અનેક નાડીઓ ચાલે છે. આપણા અંદર ૭૨,૦૦૦નાડીઓ આવેલી છે. એમાની મુખ્ય મુખ્ય નાડીઓ મેરુદંડ સાથે સંકળાયેલી છે. મેરુદંડનો. [12]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy