SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો ભાવ જાગ્યો. ભાવ સ્ત્રાવમય બન્યો. સ્ત્રાવ સ્ત્રોતમય બન્યો. સ્ત્રોત વહેવાં લાગ્યો આકાર પામવા લાગ્યો. નિરાકારનો આકાર અક્ષરમય બન્યો, અક્ષરો સૂત્ર બની શબ્દોમાં ગૂંથાઇને ચાલ્યા સંબંધની યાત્રા પર! મિલનની પ્રતીક્ષામાં સ્વરૂપનાં દર્શન થઇ ગયા. પ્રશ્ર પોતે જ જાણે ઉત્તર બની ગયો. “કો કરિસ્સઇ “ઉજ્જોય” પ્રગટ થયું “સો કરિસ્સઇ ઉજ્જોયમાં, અને ઉત્તરમાં પ્રગટ થઇ ગાયા....... ઉગઓ વિમલો ભાજૂ, સવ લોયપથંકરો સો કરિસ્સઇ ઉજ્જોયું, સવ્વલોયંમેિ પાક્ષિણા સો કરિસ્સઇ એજ કરશે ઉધોત-એજ કરશે ઉધોતની ધૂન શરૂ થઇ ગઇ. જ્યાં સુધી તેઓ મને પાછા નહીંમળે ત્યાં સુધી હું કીર્તન કરતો જ રહીશ. એમની એ કિcઇટ્સની પ્રતિજ્ઞા સાંભળીને ભગવસત્તા એમનામાં પ્રગટ થવા લાગી. આત્મસત્તાનો પરમસત્તા સાથે ચાલતો સંવાદ પ્રગટ થાય છે. વત્સ! કીર્તન કરવા વાળો તું કોણ છે? પ્રભુ! એક દિવસ તમે જ મને મારી ઓળખાણ કરાવેલી. તમારો અને મારો પૂર્વ નિયોજીત સંબંધ સમજાવેલો. પ્રભુ તમે જ તો કહ્યું હતું..! ચિરસંસિદ્યોસિ મે ગોયમા ! ચિરસંયુતોસિ મે ગોયમા ! ચિરપરિચિતોસિ મે ગોયમા ! ચિરજસિઓસિ મે ગોયમા ! ચિરાણુગઓસિ મે ગોરમા ચિરાગુણવત્તીસિ મે ગોચમr. અણંતર દેવલોએ આણતાં માણુસ્સએ ભાવે કિં પરં મરણકાયમ્સ ભેદ, ઇતો ચુતો દોવિ તુલ્લા એગઠ્ઠા અવિસેસમણાણપત્તા ભવિસ્યસામો II ગૌતમ! તારો ને મારો અનેક ભવો થી સ્નેહ સંબંધ રહ્યો છે. તું ચિરકાર થી મારી સાથે સ્નેહ સૂત્રથી બંધાયેલો છે. તું ચિંરકારથી મારા દ્વારા પ્રસિધ્ધ, પરિચીત, સેવી અને આજ્ઞાનુવર્તી રહ્યો છે. કયારેક દેવતાઓના ભાવમાં તો કયારેક મનુષ્ય ભવમાં મારી સાથે રહ્યો છે. એટલું જ નહીં પણ હવે સ્વરૂપે ભેદ રહિત કયારેય ન છુટા પડખાર એક સાથે રહેવા વાળા સંગી અને સાથી બનીશું. ઠીક છે વત્સ!પણ તું કીર્તન શા માટે કરે છે? પ્રભુ! શું કીર્તન કરવા માટે પણ કોઇ કારણ હોવું જરૂરી છે? ભકતની આરાધના અને પ્રભુનો અનુગ્રહ હંમેશા અકારણ જ હોય છે. તમે અહેતુકી કૃપાનાં સ્વામી છો. પરમ કરુણાવાન અન્તર્યામી છો. અને પાછા પ્રશ્ન પૂછો છો કે હું કીર્તન શા માટે કરું છું? ઠીક છે ! ભલે તું કીર્તન કર. પણ પહેલા તું એ અપાપી નગરીમાં જા જ્યાં મહાવીર કહેવડાવનાર તીર્થંકરની સત્તા તારી ઇંતજાર કરે છે. તું એ તીર્થંકર મહાવીર નાં શાસનની સત્તાનો પુજારી છે. આજ થી તું એ રાજ્ય સત્તાનો [5].
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy