SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ વિ. દેહાલય માં દેવાલય.| પરોઢનો પ્રારંભ પ્રભાત છે અને પ્રભાતની બક્ષિસ રાત છે. રાતો આવતી રહે છે અને પરોઢો લાવતી રહે છે. એવી જ એક રાત ની આ વાત છે. એ અંધારી રાતે અધૂરી રહી ગયેલી વાતે એક મુનિ એકલા હતાં, જો કે આમ.તો એ પ્રભુનાં વ્હાલા ચેલા હતાં. એકલા હોવું એ એક પ્રકૃતિ છે. સ્મૃતિનું સાનિધ્ય એ સંસ્કૃતિ છે. યાદોનું ઉપધાન છે. પવિત્ર પ્રણિધાન છે. વિચારી રહ્યાં હતાં, કે જે અપૂર્ણ છે તેને પૂર્ણ કરવું છે. હવે કયાંય નથી જવું માત્ર પ્રભુની પાસે જ રહેવું છે. પ્રભુ! મારી પુકાર સાંભળો અને મને તમારું સાનિધ્ય આપો. ભલે રાત અંધારી હોય પણ પ્રભુ તમે જ મારું અજવાળું, અને તમે જ મારી પૂર્ણિમા. તમે જ મારાગુરુ અને તમે જ મારા પરમાત્મા. આ વાત છે પરમાત્મા મહાવીરનાં પરમ શિષ્ય ગૌતમ ગણધરની. અંતિમ તીર્થંકરનાં અભુત શિષ્ય. અનેકો કેવળી શિષ્યોનાં ગુરુ.ભકતોનાં ભગવાન જન જનનાં કષ્ટ હરનાર. સહુનાં તારણહાર. કર્મોનો સંહાર કરનાર. દુ:ખીયોનાં રક્ષક. હજારો સંતોનાં ગણનાયક. ચાર જ્ઞાનનાં સ્વામી. સહુનાં અંતર્યામી. અવશ્ય મોક્ષગામી. પરોઢની પ્રતીક્ષા છે. કાયમ પ્રભુ સાથે રહેવાની અપેક્ષા છે. પ્રભુવિરહની વિવશતા છે. વર્તમાન ક્ષણની સમીક્ષા છે. પ્રભુમિલન માટે અધીરા બનેલા બહાવરા, ઉતાવળા ગૌતમ સ્વામીનાં કાને કાંઇક વિચિત્ર અવાજ સંભળાય છે. એ શબ્દોં હતાં.જય જય નંદા..જય જય ભદા..! આ ઉદ્ઘોષ કેવળિભગવંતોનાં નિર્વાણ સમયનો છે. એમણે વિચાર્યું કે પરમાત્માનાં તીર્થમાં રોજ કોઇને કોઇ કેવળિનું નિર્વાણ તો થતું જ રહે છે. એટલામાં કોઇ વાર્તાલાપ નાં શબ્દો સંભળાયા. આ વાર્તાલાપ હતો, ભારત વર્ષની ઉત્તર દિશામાં ૧૯,૩૧,૫૦,૦૦૦( ઓગણીસ કરોડ,એકત્રીસ લાખ,પચાસ હજાર)કિ.મી.નાં અંતરે આવેલ જંબુદ્વીપનાં મહાવિદેહ ક્ષેત્રની આઠમી પુષ્પકલાવતી રાજધાનીનાં પુંડરિકગિણી નગરમાં બિરાજમાન સીમંધર સ્વામીનાં શાસનરક્ષક દેવ યુગલનાં, તેઓ અંદરો અંદર વાતો કરી રહ્યાં હતાં કે હવે શું થશે? આ નિર્વાણ તો ભરતક્ષેત્રનાં અંતિમ તીર્થંકરનું નિર્વાણ છે.. ભરતક્ષેત્રમાં ફરી કોઇ તીર્થંકર આ કળિકાલમાં નહીં થાય.ભગવાન મહાવીરનો આ વિરહ ભરતક્ષેત્રવાસીઓ માટે કાયમી વિરહ બની ગયો. ત્યાંથી પસાર થતાં એ ગગનગામી યુગલનો વાર્તાલાપ ગૌતમ સ્વામીનાં કાને અથડાય છે. એમને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. એ પોતે જ પોતાની જાત પ્રત્યે શંકાસીલ બની ગયા. પરમાત્માથી વિમુખ રાખવાના પ્રભુનાં અભિપ્રાયો પર પોતાને વિચારો આવવા લાગ્યાં. શરૂઆત થઇ ગઇ અતીતનાં આકલનની વર્તમાનનાં સંકલનની અને [3]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy