SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ઉંચા થઇ શકે છે. લેવડ દેવડમાં મદદરૂપ થઇ શકે છે. બન્ને હાથ જોડીને પ્રભુ સાથે સબંધ બાંધી શકે છે. માથા પર હાથ મૂકી ગુરુશિષ્ય સાથે સંબંધ બાંધી શકે છે. એક હાથ, એક હાથમાં આપી સંસારનો પ્રારંભ થઇ શકે છે. હાથેથી જ પ્રેમ થાય છે. હાથેથી જ યુધ્ધમાં પ્રહાર થાય છે. હાથને કારણે જ અપના હાથ જગન્નાથ અને હાથે તે સાથે એવી કહેવતો બની છે. આવો હાયની હથેલીઓની ભાગ્યરેખાઓમાં ભગવરૂપનું દર્શન કરીએ, આપણા કર સંપુટ અષ્ટમંગલ છે. હસ્તાંજલિ પરમમંગળ છે. માણસનાં હાથમાં અર્ધ ચંદ્ર રેખા છે. બન્ને હાથોની અંજલિ કરો તો એક સુંદર બીજનાં ચંદ્ર જેવી રેખા બની જશે. જ્યાં આપણા પરમ મંગલ સ્વરૂપ મહાવીર સ્વામી બિરાજમાન છે. છેલ્લી સિધ્ધશિલા આ ચંદ્રરેખા જેવી આકૃતિવાળી છે. સિધ્ધશિલાની નીચે બરાબર હવેલીનાં મધ્યભાગમાં આપણે સાધકો છે. આ ચંદ્રરેખાની ઉપર રહેલી આંગળીઓમાં સ્વાભાવિક ૨૪ રેખાઓ તમે જોઇ શકો છો. આ કર આંગળીઓની ૨૪ રેખાઓમાં ૨૪ ભગવાનની પ્રતિષ્ઠા કરો. રોજ પ્રથમ ૨૪ પ્રભુજીનાં દર્શન કરી સિધ્ધશિલામાં “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ” ના મંત્ર દ્વારા પોતાના જ સિદ્ધત્વની પ્રભુને ભાવાંજલિ આપો. લોગસ્સ સૂત્રની પ્રથમ ગાથાનાં ચારે પદોથી ચારે દિશાઓ શુધ્ધ થશે. અંદર પ્રગટશે ભગવત્સત્તા. બીજી, ત્રીજી અને ચોથી આ ત્રણ ગાથાઓની આપૌરવોમાં પ્રતિષ્ઠા કરો, નામોની સ્થાપના પૌરવોમાં કરતા કરતા ગાયા પાંચનું ધ્યાન ડાબા અંગુઠામાં અને ગાથા છ નું ધ્યાન જમણા અંગુઠામાં બોલીને હથેલીમાં સ્થાપિત કરવાની અને પરમસ્વરૂપને હદયમાં પ્રગટ કરવાનું અદ્ભુત સામર્થ્ય પ્રગટ થાય છે. સવારે ઉઠતી વખતે બન્ને હથેળીઓને જોડી આંખો પર અને મસ્તક પર લગાવી અને પછી જ આંખો ખોલવી જોઇએ અને પછી જ દુનિયા તરફ જોવું જોઇએ. લોગસ્સ સૂત્રવિધિપ્રક્રિયા અને સફળતાને કારણે રૈલોકય અબાધિત છે. આ સ્વાધ્યાયનું સાક્ષાત્ સ્વરૂપ છે પણ અસ્વાધ્યાયવાળો કાળદોષ આમાં નથી લાગતો. આ ક્ષેત્રથી પણ અબાધિત છે. દ્રવ્ય થી શુધ્ધ સ્વરૂપ છે. ભાવથી સિદ્ધસ્વરૂપ છે. ચતુર્વિશતિસ્તવ સૂત્ર લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મ તિર્થીયરે જિણો અરિહંતે કિન્નઇમ્સ, ચકવીસ પિ કેવલી II૧TI ઉસભંમજિયંચવંદે, સંભવમભિગંદણં ચ સુમઇ ચા પઉમuહં સુપાસ, જિર્ણ ચ ચંદuહં વંદે ારા સુવિહિં ચપુફદd, સીઅલ-સિર્જસ-વાસુપુજંચા. વિમલમહંત ચ જિર્ણ, ધર્મો સંતિ ચ વંદામિ II3II [ 200 ]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy