SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત ચતુર્વિધ સંઘ પટ્ટાભિષેકની તૈયારીમાં હતો. એજ વખતે મુનિશ્રીનાં ચરણ યુગલો પર દેવ યુગલોએ મસ્તક નમાવ્યું. ગોઠણને ટેકે બેસી ગયા. તેમનામાં મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ બિરાજમાન વિરહમાન પ્રભુનાં સાનિધ્યનું તથા પ્રાપ્ત થયેલ લોગસ્સ સૂત્રનું લાલિત્ય ટપકીરહ્યું હતું. અંધિયારે તમે ઘોરે, ચિહ્નતિપાણિણો કો કરિસ્સઇ ઉજ્જોયું, સવ્વલોયમ્મિપાણિણા ઉગ્ગઓ વિમલો ભાણૢ, સવ્પલોયપભંકરો। બહુા સો કરિસ્સઇ ઉજ્જોયં, સવ્વલોયમ્મિપાણિણા ઉગ્ગુઓ..! ની પંક્તિઓ બોલી સો કરિસ્સઇ ઉજ્જોયું .. સો કરિસ્સઇ ઉજ્જોયું નાં શબ્દ ઘોષ સાથે એમણે વાતાવરણનું મૌન તોડયું. સો એ લોગસ્સ સૂત્ર . કરિસ્સઇ કરશે. નક્કી કરશે, ઉજ્જોયં અજવાળાની ઘોષણા સાથે ગગન ગુંજવા લાગ્યું. ગૌતમસ્વામીની પરાવાણી દેવવાણી રૂપે ગુંજવા લાગી. નભ મંડળ ગુંજી ઉઠયું. ધરતી રંજીત થઇ ગઇ, લોગસ્સ સૂત્રની શાશ્વત શબ્દધારા વહેતા વહેતા શબ્દોમાં ચેતના ભરી નાદમાં અંતર્નાદ, અંતર્નાદમાં અનાહત બની સ્રોત બની વહેવા લાગી. સ્રોતમાં શબ્દો હતાં. શબ્દોમાં આકૃતિ હતી. આકૃતિમાં અનાકૃતિ હતી. પરમતત્વની પ્રકૃતિ હતી. વાતાવરણમાં આનંદ છવાયો. સુધર્માસ્વામીએ અનાહતનો પરમાનંદ મેળવ્યો. ગૌતમસ્વામીનાં કેવળજ્ઞાન પૂર્વેનો આ પ્રસાદ છે. કેવળ જ્ઞાનનો પૂર્ણ જ્ઞાનનો આમાં આસ્વાદ છે. સિધ્ધત્ત્વ પ્રાપ્ત પરમ પુરુષ મહાવીરની સાથેનો આ આત્મ સંવાદ છે. ગૌતમ સ્વામીનું નામ સાંભળતા જ સુધર્મા સ્વામી ભાવવિભોર બની જાય છે. સર્વપ્રિય સંમોહન વ્યક્તિત્વ રેખાવાળા કરકમળોમાં પરમ મંત્રોષધિરૂપ પરમ મંગળ સ્વરૂપ કરે છે. એમને અનુભવ થયો કે જન સમુદાયને માટે હિતકારી, વાત્સલ્યમય આ અમીધારામાં મારે માટે આશીર્વાદ છે. પરમ તત્ત્વ સાથે સંવાદ છે. જગતહિતનો પ્રસાદ છે આંખો બંધ કરી સ્મૃતિલોકમાં જાય છે. ધ્યાનસ્થ બની સૂત્રને આત્મસાત્ કરે છે. ધ્યાનમાં લીન મહાવીરની શાશ્વત સત્તામાં સંલીન સુધર્મા સ્વામી ને સંબોધિત કરી દેવ યુગલે ફરી કહ્યું ઉઠો મહાવીર પુત્ર સર્વભૂતાનુકમ્પી, પતિતપાવની, જગહિતકારિણી, ભવતારિણી, ભગવત વાણીને ભાવિત કરો. વીતરાગ વાણીનું વિમોચન કરો. જિનઉદ્ઘોષનું ઉદ્ઘાટન કરો. શાસન સત્તાનું સંરક્ષણ કરો, સંઘનું સંયોજન કરો, આગમનું આયોજન કરો. પ્રવચન વાણીની પાવન પ્રભાવના કરો. સિધ્ધશિલાનાં ચૈતન્ય મહાપુરુષને હૃદયશિલા પર બિરાજમાન કરો. પરમાત્માનું દેહ નિર્વાણ થયું છે પણ તેઓ અક્ષર છે. અક્ષર જ્યારે અવતરે છે, પ્રગટ થાય છે, આકાર લે છે ત્યારે શબ્દ બને છે, શબ્દ જ્યારે ઉચ્ચારણ કરે છે ત્યારે ભાષા બને છે, ભાષા [ 143 ]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy