SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું મસ્તક બુધ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, અને હૃદય ભાવના, શ્રધ્ધા અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. મસ્તક નમાવવાનો અર્થ છે હવે મારી બુધ્ધિનું અર્પણ છે કેમકે બુધ્ધિ જ ઊંધી ચાલે છે. વાસ્તવિકતા અભિમુખ થવાને કારણે પરિભ્રમણ થતું જ રહે છે. સ્ત્રીઓ હૃદય પ્રધાન હોય છે. પુરુષ બુધ્ધિ પ્રધાન હોય છે. નાભિનાં ભેદને કારણે બન્નેમાં ભાવનાત્મક બહુ મોટું અંતર હોય છે. સ્ત્રી હૃદય પ્રધાન હોવાને કારણે ભાવુક, સ્નેહાળ, કોમળ હોય છે. પુરુષ બુધ્ધિ પ્રધાન હોવાને કારણે કઠોર હોય છે. એનો તમને અનુભવ થતો હશે, જે કુટુંબમાં સ્ત્રી બુધ્ધિ વાપરતી હોય અને પુરુષ હૃદય વાપરતો હોય ત્યાં શું થતું હોય છે, જેમ સ્ત્રીઓ બુધ્ધિ ચલાવે છે કે પુરુષ ઘરમાંથી ક્યારે બહાર જાય છે ? ક્યાં જાય છે? ક્યારે આવે છે? બુધ્ધિથી તર્ક કરે, શંકા કરે તો વિચારો શું થઇ શકે ? હવે બીજી તરફ જોઇએ પુરુષો કરગરે, કાકલૂદી કરે, વિનવણી કરે, તો વિચારો શું થઇ શકે? ભક્તિનાં ક્ષેત્રમાં બન્ને વાતો આપણે સમજવી છે. કેમકે અહીંઆત્મ જ આત્મા છે. સ્ત્રીપણ નથીપુરુષ પણ નથી. આમાં તો અવેદીની વેદાતીત અવસ્થા છે. આનંદઘનજી કહે છે– આતમ અનુભવ રસ કે રસિયા, ઉનકો કહો વિરતંત રે, અવેદીવેદન કરે, વેદન કરે અનંત રે..............! આત્મ અનુભવનો જેણે રસ પી લીધો એમની વૃત્તિનું તો પૂછવું જ શું? એવા અવેદી મહાપુરુષ આત્માનાં અનંત સુખનું વેદન કરે છે. અનંત જ્ઞાન,અનંત દર્શન, અનંત વીર્ય જેમનું પ્રગટી ચુક્યું છે. એવા પરમ પુરુષનાં અનુભવની વાત શી રીતે જણાવીશકાય? એને સમજવા માટે એટલુંજ કહીશકાય કે આત્માર્પણનું અંતિમ રૂપ અનંતની પ્રગટતા છે. બસ આત્માર્પણ કરીએ. અર્પણમાં મસ્તક શ્રધ્ધાથી અને હૃદય પ્રેમથી ભરેલુ હોવું જોઇએ. પ્રેમ વગરનાં સૂના હૃદય સાથે કરેલા સમર્પણનો કોઇ અર્થ જ નથી. આપણે વગર હૃદયે જ “મર્ત્યાં વંદામિ” કહીએ છીએ. તમે અભિનંદન કાર્ડ મોકલાવો છો અથવા કોઇનું કાર્ડ આવે છે તો તેમાં ક્યુ ચિત્ર હોય છે? હૃદયનું કે મગજનું? હ્રદય પ્રેમની નિશાની છે. હૃદયથી આપવામાં આવે છે. હૃદયથી લેવામાં આવે છે. જીવન વ્યવહાર પણ પ્રેમ વગર નથી ચાલતો. તો પ્રભુ દરબાર તો પ્રેમનો જ બનેલો છે. પ્રાસંગિક રૂપે તમે પણ પ્રેમનું મહત્વ સમજો છો, પરંતુ જીવન વ્યવહારમાં એ કેટલો જરૂરી બની ગયો છે. સામાન્ય પણે તમે જેમાં રહો છો પછી તે બંગલો હોય કે ફ્લેટ તે મકાન નહી ઘર કહેવાય છે. મકાન અને ઘરની વ્યાખ્યા જ જુદી હોય છે. ઇંટ, ચુના, સીમેન્ટથી મકાન બને છે ઘર નહી. ઘર તો હૃદયથી, પ્રેમથી જ બને છે. અંગ્રેજીમાં કહેવત છે, “હાઉસ કેન બી બિલ્ટ બાય હેન્ડસ, બટ હોમ કેન બિલ્ટ બાય [133]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy