SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - - - 1 * * પામ્યા છીએ.ઘણીવાર રાતમાં મધરાતમાં, સુનીરાતમાં, એકાંત રાતમાં એવો આભાસ થયો છે કે દિવ્યાજી કોઇની સાથે કઇક વાત કરે છે. જોઇએ પણ કોઇ દેખાય નહીં. સાથે રહેતી હતી હું અને મારા ગુરુણી શ્રુતાચાર્યા સાધ્વી ર્ડો. મુકિતપ્રભાજી. અમે બન્ને ચુપચાપ સાંભળવવાનો પ્રયત્ન કરીએ પણ ત્યાંતો અવાજ બંધ થઇ જાય. રહસ્ય આજે ખૂલ્યું! આ હતો લોગસ્સ સૂત્રમાં પ્રસ્તુત સંવાદ! આમ તો પરંપરાઓથી લોગસ્સ સૂત્ર આપવામાં આવતું રહ્યું છે. પણ સાધ્વી શ્રી દિવ્યાજીનું કહેવું એમ છે કે તે દાન સ્વરૂપે નહીં પણ ઉપહાર સ્વરૂપે માનવું જોઇએ.દાનનો મતલબ દયા છે અને ઉપહાર નો મતલભપ્રેમ છે. આ રીતે પરંપરાઓથી લોગસ્સ સૂત્ર રજુ થતું રહ્યું છે. શાશ્વત સૂત્ર હોવા છતાંયે પણ પ્રત્યેક ચોવીસીમાં એનું પુન:ગ્રથન થતું રહ્યું છે. ચિરકાળ થી સૂત્ર સ્વરૂપે અવતરીને ઉપહાર બની રજુ થતું રહ્યું છે. ઉપહારોની આ પરંપરાને જાળવનાર સાધ્વી શ્રી દિવ્યપ્રભાજીનું સ્પષ્ટ માર્ગદર્શન તેમની વિચારધારાઓ માંથી મળી આવે છે કે જેમના અંગુઠામાં અમૃત ઉત્પન્ન થઇ લબ્ધિ રૂપે પ્રગટ થઇ ને પ્રસાદ રૂપે પંદરસો સાધકોની સાધના ને કેવળજ્ઞાન ની સાધના માટેનું સાધન બની ગયું , એ અમૃતધારા કયાંથી || આવેલી? ભગવાન મહાવીરની અનુગ્રહધારા, ગૌતમ સ્વામીની ભાવધારામાં ઈ વહેતી હતી. અને ગૌતમ સ્વામીની ભાવધારા કરધારા બનીને સમસ્ત ભરત ક્ષેત્રમાં વહેતી રહી એ ધારા એટલે જ લોગસ્સ ધારા. એક રહસ્ય સાંભળ્યું છે! ઇ.સ. ૧૯૬૦ માં ડીસેમ્બર મહિનાની તારીખ બરાબર યાદ નથી, રાષ્ટ્રોનું રાષ્ટ્ર મહારાષ્ટ્રમાં શિરુર તાલુકાનું ઘોડનદી ગામ,ગામનાં પરમધામમાં બિરાજમાન પ્રસ્તુત લોગસ્સ સૂત્રનાં સંવાદની કૃપા નો સાક્ષાત્કાર કરાવનાર આત્માર્થી ગુરુદેવ પૂ.શ્રી મોહનષિજી મ.સા. તથા વિનયઋષિજી મ.સા. ધ્યાન સાધનામાં લીન હતા. તે સમયે મહાવિભૂતિ જૈન ! શાસન ચંદ્રિકા પૂ.શ્રી ઉજ્જવલકુમારજી મ.સ. વાત્સલ્યમૂર્તિ રૂપ પૂ.માતાજી મ.સ. સાથે પૂ. ગુરુદેવના સ્થાનક તરફ આવી રહ્યાં હતા, સામેથી એક ૯/૧૦ વર્ષની બાલિકાને આવતી જોઇ તેમના મોઢા માંથી ઉદ્ગાર નીકળી પડયાં કે ! ભારતી!તું આવી ગઇ, ચાલતને ગુરુદેવનાં દર્શન કરાવું, એમ કહી બાલિકાનો છે હાથ પકડી અંદર પધાર્યા ગુરુદેવને કહ્યું લ્યો ભારતી આવી ગઇ. બાલિકા વિચારવા લાગી કે સાધુ સાધ્વીઓ તો જોયા હતાં પરંતુ આવા મહાન વિભૂતિ જેમનું ફક્ત નામ સાંભળ્યું હતું પણ જોયા ન હતા. એમણે મને મારા નામ થી કેવી -- * - * * * * *
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy