SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં સૂર્ય માટે આદિત્ય શબ્દનો પ્રયોગ થયો છે. આ કથન આગમનું પણ છે. સ્વય. ભગવાન મહાવીરે આ વિષય સ્પષ્ટ કર્યો છે. ગૌતમ સ્વામી અને પરમાત્મા મહાવીરનાં એક વાર્તાલાપમાં સ્પષ્ટીકરણ થયું છે. આવો ભગવતી સૂત્રનાં આ અવતરણોને જોઇએ. હે ભગવાન! સૂર્યને આદિત્ય શા માટે કહેવામાં આવે છે? હે ગૌતમ ! સમય, આવલિકા, મુહૂત, ઉત્સર્પિણી, અવસર્પિણી, વગેરેમાં આદિભૂત કારણે સૂર્ય હોવાને લીધે આદિત્ય અર્થાત્ આદિમાં હોવાવાળો કહેવામાં આવે છે. સૂર્યને કારણે કાળની ગણતરી છે. ક્ષણો, પળો, કલાકો આ બધાંનો આરંભ સૂર્યને કારણે છે. અહીં રાસાદિ કાળ, સમય, આવલિકા, મુહૂતાદિ ભેદ સૂર્યની અપેક્ષાએ જ હોય છે. કરતુઓ અનુસાર સૂર્યનાં કિરણોમાં હાનિ-વૃધ્ધિયતી રહે છે. કારતક માં ૧૧૦૦ કિરણો હોય છે. માગશર માં ૧૦૫ કિરણો હોય છે. પોષમાં ૧૦૦૦ કિરણો હોય છે. મહામાં ૧૧૦૦ કિરણો હોય છે. ફાગણમાં ૧૨૦૦ કિરણો હોય છે. ચૈત્રમાં ૧૫૦૦ કિરણો હોય છે. શ્રાવણમાં ૧૪૦૦ કિરણો હોય છે. ભાદરવામાં ૧૪૦૦ કિરણો હોય છે. આસો માં ૧૬૦૦ કિરણો હોય છે. જ્ઞાની પુરુષો એ આપણી ચિત્તવૃતિને સૂર્યની કિરણો કહી છે. કાતુઓ પ્રમાણે તેમા વધ ઘટ થતી રહે છે. “અખેગચિત્તે ખલુ અયં પુરિસે” માનવ ચિત્ત અનેક પ્રકારનાં હોય છે. અહગીતામાં ચિત્તવૃતિનાં આધારે મહિનાઓ ગણવામાં આવ્યાં છે. જ્યારે જેવી વૃતિ થાય તેવો મહિનો ગણવામાં આવે છે જેમ કે, ધર્મ શ્રવણ માં શ્રાવણ માસ. ધર્મશાસ્ત્ર ચિંતનમાં ભાદરવો. ધર્માય તપ ભાવમાં આસો મહિનો. સ્નાન, આભુષણ, રાજ્યસત્તાની ઇચ્છામાં કાર્તિક માસ. શિવપદ પ્રાપ્તિની ઇચ્છામાં, સમર્પણમાં માગશર માસ. પુત્રાદિ નાં અધિક પોષણની ઇચ્છામાં પોષ માસ. શત્રુનાશ માં મહા માસ. મૈથુન ક્રિયામાં ફાગણ માસ. વિચિત્ર કાર્ય કરવામાં ચૈત્ર માસ. [ 126]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy