SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ ગયા જેનાથી એનો કોઢ દૂર થઇ ગયો. પ્રભાવિત થઇને એણે આગાર(ગૃહસ્થ) ધર્મવ્રત અંગીકાર કર્યો અને મરીને દેવ થયો. દેવ સ્વરૂપે રહેલા એ કોઢીયાએ તમારા . ભાવીનાં એક રહસ્યને આજે એક રૂપક દ્વારા ખોલ્યું છે. ' હવે સાંભળો છીંકોનું રહસ્ય. કાલસૌકરિક કસાય જીવતો રહે તો હિંસા. કરે અને મરે તો નરકમાં જાય. એથી એનું જીવવું અને મરવું બન્ને કંઇ સારા નથી. તેથી તેની છીંક સાંભળી દેવ સ્વરૂપે આવેલા કોઢીયાએ કહ્યું “ન મર ન જીવ”. અભયકુમાર જીવે તો અહીં સુખ ભોગવે અને મરે તો અનુત્તર વિમાનમાં દેવ બને, તેથી અભયકુમારને છીંક આવી એટલે એણે કહ્યું “મરો કે જીવો. કેમ કે એ જીવે કે મરે એને બન્ને લોકમાં સુખ જ સુખ છે. હું જેટલો જલદી મરી જાઉ એટલું જ સારુ છે. કેમકે હું સિધ્ધગતિમાં અવ્યાબાધ સુખ ભોગવીશ. તેથી તેણે કહ્યું “મરી જા”. હે શ્રેણિક! તમારું જીવતા રહેવું જ સારુ. કેમકે અહીંરાજ્ય સુખ ભોગવો છો અને મર્યા પછી તમારે નરકની વેદના ભોગવવાની છે. તેથી તેણે કહ્યું “ચિરંજીવરહો”. રાજા શ્રેણિક ભગવાનનાં ચરણોમાં ઝુકી ગયાં, પરમાત્માને કહ્યું કરુણા સાગર!મને આ નરકની વેદનાથી મુકત કરો. ભગવાને કહ્યું કે એક વખત ગર્ભવતી હરણીનો શિકાર કરતી વખતે તમે ચિકણા કર્મો બાંધી આવતા જન્મ માટે નરક ગતિનાં આયુષ્યનો બંધ કરી લીધો છે. આ વાત સાંભળી શ્રેણીકે પરમાત્માને વિનંતી કરી પ્રભુ! તમારા જેવા પરમતત્ત્વનો ભકત નર સમ્રાટ બની શું હું નરકમાં જઇશ? પ્રભુ આપ જે કહો તે કરવા તૈયાર છું. હું નરકમાં ન જાઉં તેવા ઉપાયો મને બતાવો. આ રીતે જીદ કરીને શ્રેણિકે નરક ગતિને ટાળવા માટેનો ઉપાયો જાણ્યાં. એને બદલી નથી શકાતું એવું જાણતા હોવા છતાં ભગવાને એને પાંચ ઉપાયો બતાવ્યા. (૧) પુણિયા શ્રાવકની એક સામાયિક ખરીદવી. (૨)નવકારસીનું અખંડ વ્રત કરવું. (૩)કાલસૌકરિક કસાઇપાસે એક દિવસ હિંસા બંધ કરાવવી. (૪)કપિલાદાસીનાં હાથે મુનિઓને આહાર દાન દેવું. (૫)શ્રેણિકના દાદી ભગવાન મહાવીરના દર્શન કરે, શ્રેણિકે કહ્યું પ્રભુ! આતો હું પાંચેય ઉપાયો અજમાવી શકું તેમ છું. આમ તો ઉપાય બધાં શકય જ હતાં. પોતાના સામર્થ્યની સંભાવના પ્રગટ કરતા શ્રેણિકે પગ ઉપાડયો. આગળ હું કથાનો વિસ્તાર નહીં કરું. તમે બધાં જાણો જ છો કે દરેક ઇલાજ કેવી રીતે નિષ્ફળ થયો. અંતે એક દિવસ અનાયિમુનિની મુલાકાત થાય છે. સંજ્ઞાને તોડે છે પ્રજ્ઞાનને જગાડે છે અને પરમાત્મા સાથેનાં આજ્ઞામય સંબંધની ઓળખાણ કરાવે છે. અંતઃકરણનું પરિવર્તન થાય છે. આવે છે પ્રભુ ચરણોમાં અને કહે છે પ્રભુ! હું નરકમાં જવા તૈયાર છું. બસ મને એવું વરદાન આપો કે નરકમાં પણ તમારું ભાવપૂર્વક કીર્તન, વંદન અને પૂજન કરતો રહું. તમારું સ્મરણ સદાયે મારી સાથે રહે. [ 117].
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy