SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કરીને વારાફરતી દબાવી રહ્યાં હતાં. અચાનક ત્યાં એક બાળક પહોંચ્યું. સંતની આંખો બંધ હતી. બાળક એમને જોઇ રહ્યું હતું. એને અચરજ થઇ રહ્યું હતું. કેમકે એણે આવું પહેલા ક્યારેય નહોતું જોયું, ઉભો રહ્યો, જોઇ રહ્યો, પ્રાણાયામ પૂરો થયો. દરેક આયામનો વિરામ હોય છે. થઇ ગયો વિરામ, આંખો ખૂલી ગઇ. બાળકે પૂછયું તમે શું કરી રહ્યાં હતાં? કયારેક કયારેક બાળકો એવા પ્રશ્નો પૂછે છે કે જવાબા આપનારને સમજાવવું ભારે પડી જાય. સંત મહાત્માએ સાદી ભાષામાં સમજાવી દીધું કે ભગવાનનાં દર્શન કરતો હતો. બાળકે કહ્યું સારું ઘરે જતો રહ્યો. વાતનો વિરામ થયો, પણ જિજ્ઞાસા અવિરામ હતી. ઘરે ગયો પણ કયાંય ચેન ના પડે, શું દિવસ? શું રાત? સમય પૂરો થયો સવાર થઇ. અરુણોદયનાં શિશુ સૂર્ય સાથે બાળકનો પણ સૂરજ ઉગ્યો. ઉપડયો નદી કિનારે, નાક દબાવાથી ભગવાન આવે છે. આજે હું પણ ભગવાનને બોલાવું. આંખો કરી બંધ. દબાવ્યું નાક ને ઉભો રહી ગયો. બસ ભગવાને બાળકનું આ અડપલું જોયું. બાળકનું આ અડપલું એ કંઇ અપરાધ નથી. ભૂલ નથી, પણ જો હું હાજર નહીં થાવ તો તે અપરાધ ગણાશે. ખોટુ થશે. પધાર્યા પ્રભુ. બાળકનો હાથ પકડી લીધો અને કહ્યું કે નાક છોડ આંખો ખોલ, બાળકે પૂછયું કોણ છો તમે? જવાબ મળ્યો જેને બોલાવવા માટે તે કોશિષ કરી એ હું. ભગવાન આવ્યા છે એવું માનીને એણે આંખો ખોલી. ભગવાને કહ્યું બોલ શું કામ છે? બાળકે કહ્યું મારે કંઇ કામ નથી બસ મારે તો જોવુ હતું કે તમે આવો છો કે નહીં. ભગવાને કહ્યું સારું પણ હવે તને શું જોઇએ છે? કાંઇ આપ્યા વગર પાછા ફરે એ ભગવાન નહીં. કંઇ લીધા વગર પાછો ફરે તે ભક્ત નહીં. બાળકે કહ્યું સારું આજે નાક બંધ કર્યું તો તમે આવવામાં મોડું કર્યું મને પરસેવો થઇ ગયો. જીવ ગભરાવા લાગ્યો. ધ્યાન રાખજો નાક ઉપર આંગળી લગાડું અને તમે હાજર થઇ જશે. આવો હોય છે ભકત અને ભગવાનનો પ્રેમ. કયારેક કયારેક તો ભકિતની ચરમ અવસ્થામાં ભકત ભગવાનને બ્લેક મેલ કરતો હોય છે. અહીં કહેવાય છે, તમે મારા અભિસ્તોતા છો તેથી તમારે મારી સ્તુતિનો સ્વીકાર કરવો જ પડશે. ભગવાને પૂછયું બોલ શું જોઇએ છે? ભકતએ જે માંગ્યું અને હવે આપણે જોઇએ. શરૂઆત થઇ ગઇ સંબંધની નિબંધનાં બંધનની. બંધના અબંધની. આખરે એ પરમતત્ત્વએ પૂછી લીધું બોલ શું જોઇએ છે? બસ એજ રાહ જોવાઇ રહી હતી કે કયારે ભગવાન અમને પૂછે કે તારે શું જોઇએ છે? અમે તો તૈયાર બેઠા છીએ. આપવું એમનો સ્વભાવ છે. લેવું અમારો સ્વભાવ છે. કોણ કહે છે કે જૈનોનાં ભગવાન નથી આપતા? હું કહું છું કે એજે આપે છે અને બીજુ કોઇ નથી આપી શકતું. તેઓ અશાશ્વત નથી આપતા પણ શાશ્વત સદા આપતા રહ્યાં છે. જેનો કયારેય નાશ નથી થતો એવું એ આપે છે. આપણને લેતા નથી આવડતું. ભૌતિક પદાર્થોની અભિલાષામાં એ અપાર્થિવ સત્તાથી આપણી સમજુતી નથી થઇ શકતી. ગુરુ ગીતમાં કુશળ હતા. આપણી પાર્ટીનાં નેતા, જેમને પોતાનું બધું ઉપલબ્ધ હતું, છતાં ફકત [89]
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy