SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ પ્રાપ્ત કર. મારામાં તને શું રસ હોઇ શકે? આ સંબંધમાં શું દમ છે? મારી સાથે શા માટે સંબંધ રાખવો છે? શું કોઇ ચોક્કસ કારણ છે?” ગૌતમસ્વામી પરમાત્માનાં પ્રશ્નનો જવાબ દઇ રહ્યાં છે. શું પૂછ્યું તે કે હું શા કારણથી તારી સ્તુતિ કરું છું. આમ તો તારી કરુણા અને મારી સ્તુતિ નિષ્કારણ કહેવાય છે. એટલે જ “તું જગતનો અકારણ વત્સલ કહેવાય છે”. તારી કૃપા અહેતુકી કહેવાય છે. પણ અમે તને સકારણ પ્રેમ કરીએ છીએ. અમે વગર કારણે કોઇને પ્રેમ નથી કરતા. તારી સાથે સંબંધ રાખવામાં બે ચોક્કસ કારણ છે જે બીજે કયાંય થી મળી શકે એમ નથી. અમે તારી સ્તુતિ એટલે કરીએ છીએ કે તું વિહયરયમલા” છો. અને “પહીણજરમરણા” છો. તું એ છે જેના રજમળ સમાપ્ત થઇ ચૂકયા છે, અને તું એજ છો જે તારી સ્તુતિ કરે છે, જે તને ચાહે છે, જે તારી ભકિત કરે છે, તેને તું “વિહુયરયમલા બનાવી શકે છે. “રજ” અર્થાત રાગ, “માલ” અર્થાત્ દ્વેષ. તું વીતરાગ બનતા જ આ રાગદ્વેષ થી રહિત બની ગયો અને રજમલનો બીજો અર્થ ત્રણેય કાળ સાથે સંબંધ ધરાવે છે. “રજ” તે વર્તમાન કાળમાં નવા બંધાતા કર્મો સારો સંબંધ ધરાવે છે, અને “માલ” ભૂતકાળમાં બંધાયેલા કર્મો સાથે સંબંધ ધરાવે છે. આમાં રજ અર્થ વર્તમાન કાળથી અને મળ ભૂતકાળથી સબંધિત કર્મનાશ કરવામાં સહયોગ આપે છે, રજને કર્મ અને મળને કષાય માનવવાથી ભવિષ્યકારક કર્મ બંધનોથી “વિહય” મુકત થવાનું અર્થ ઘટન થાય છે. “જ” અર્થાત્ કર્મ અને “મલ' અર્થાત્ કષાય:પ્રભુ મારા પ્રત્યેક આત્મપ્રદેશ આ કર્મો અને કષાયોથી ખરડાયેલા છે. તું આ બધાંથી રહિત છો. અને અમને આ બધાંથી મુકત કરાવવાનું પણ નક્કી જ છે. હવે હું તમારાથી “વિહુ” વિહિત- રહિત ન થઇ શકું. તારા માં જ રચ્યો રહીશ. સૈધ્ધાંતિક દ્રષ્ટિથી એક બીજો પણ અર્થ થઇ શકે છે રજ અર્થાત ધૂળ-માટી. જેને ખંખેરીને સાફ કરી શકાય. “મલ” અર્થાત મલીન, જેને સાફ કરવામાં મહેનત કરવી પડે છે, જે પ્રયત્નથી સાફ થઇ શકતું હોય એનું અર્થઘટન બે રીતે થઇ શકે છે. સ્પષ્ટ, બધ્ધ, નિધત્ત અને નિકાચિત. આમા પહેલા બે સ્પષ્ટ અને બધ્ધ “રજ” અર્યમાં ઘટિત થાય છે. નિધ્ધત અને નિકાચિત “માલ” અર્થમાં ઘટે છે. બીજી રીતે આત્મ ગુણોનો ઘાત કરનારા ચાર ઘનઘાતી કર્મો ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. મોહનીય અને ૪, અંતરાય, આ ચાર ઘાતિકર્મોને “માલ” ગણાવામાં આવ્યાં છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર આ ચાર અઘાતી કર્મોને “રજ” ગણવામાં આવ્યાં છે. રજમલનો બીજો પણ એક ગૂઢ અર્થ છે. મારો જન્મ પણ રજમલનાં મેળથી થયો છે. માતાની રજ અને પિતાના વીર્યથી મારા આ શરીરનું નિર્માણ થયું છે. પ્રભુ! અહીં [87 }
SR No.007159
Book TitleLogassa Sutra
Original Sutra AuthorN/A
AuthorDivyaprabhashreeji
PublisherChoradia Charitable Trust
Publication Year2005
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy