________________
મહાવીરનો વારસદાર કોણ?
(૬૧ મિથ્યાદિષ્ટી અનંતકષાય કરે છે. રાગ તથા દ્વેષ જ તેના દુઃખના મૂળ કારણો છે. અજ્ઞાની જે પદાર્થમાં રાગ કરે છે તે પદાર્થના વિયોગથી દુઃખી થાય છે તથા જે પદાર્થમાં ષ કરે છે તે પદાર્થના સંયોગથી દુઃખી થાય છે અને જે પદાર્થમાં રાગ તથા દ્વેષ કરતો નથી તે પદાર્થના સંયોગથી કે વિયોગથી દુઃખી થતો નથી. આમ, વીતરાગતાની પ્રાપ્તિ થવી એ જ સુખી થવાનો ઉપાય છે. જે પોતાને સુખી કહે છે અને સુખનું કારણ ભૌતિક વસ્તુને માને છે તેઓ પરાધીન હોવાથી તેમને સુખી ન કહી શકાય. સુખી તેને જ કહેવાય જેણે પોતે સુખી થવા માટે પરવસ્તુને આધીન ન થવું પડે. સ્વાધીનતાનું બીજું નામ સુખ.
પ્રથમ બે સિદ્ધાંતની જેમ ત્રીજા અને ચોથો સિદ્ધાંત પણ સમજવો. આ જગતમાં કંઈ નવું કે જૂનું નથી. કોઈ વ્યક્તિ માટે વસ્તુ જુની હોય છે તે જ વસ્તુ કોઈ અન્ય વ્યક્તિ માટે નવી પણ હોય શકે છે. પરંતુ તેના કારણે વસ્તુ નવી કે જુની થઈ જતી નથી. કોઈ મહિલા દુકાનેથી સાડી ખરીદીને લાવે છે ત્યારે એમ માને છે કે આજે હું નવી સાડી ખરીદીને આવી. પરંતુ એ સાડી દુકાનમાં છ મહિનાથી પડી હતી. દુકાનદાર માટે તે સાડી જુનામાં જુની હતી, એ જ રીતે જે દિવસે દુકાનદાર પાસે તે સાડી આવી ત્યારે દુકાનદારે એમ માન્યું કે આજે જ નવો આવેલો માલ છે. જ્યારે આ સાડી હોલસેલર પાસે આવે છે ત્યારે તે એમ માને છે આજે જ નવો માલ આવ્યો છે પણ તે માલ સાડીના કારખાનામાં એક વર્ષથી પડેલો હતો. જ્યારે આ મહિલા એ સાડીને એક વર્ષ સુઘી પહેર્યા બાદ જુની થઈ ગઈ છે એમ માનીને કોઈ ભિખારીને આપી દેશે ત્યારે ભિખારી એમ માનશે કે આજે જ મળેલી નવી સાડી છે. આમ, એક જ વસ્તુ કોઈના માટે નવી હોય છે તો કોઈના માટે જુની પણ હોય છે. આ જ સાપેક્ષતા છે.
ભૌતિક વસ્તુના સંબંધમાં સમજી શકાય છે કે કંઈ નવું કે જૂનું નથી. પણ જ્યારે કોઈ.એમ પૂછે કે આત્મા કેવો છે? નવો કે જુનો? તો શું જવાબ આપશો ? બસ એ જ કે આત્મા પણ નવો કે જુનો નથી. જે છે તે છે. પણ જો તેને અપેક્ષા સહિત સમજવામાં આવે તો આત્મા જુનો પણ છે અને નવો પણ છે. આત્મા એટલો જુનો છે કે તેનાથી જુનું કંઈ નથી તથા આત્મા એટલો નવો છે કે તેનાથી નવું કંઈ નથી. દ્રવ્ય દષ્ટિએ વિચાર કરતા આત્મા જુનામાં જુનો છે અને