SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ - દ્રષ્ટિનો વિષય આમ બુદ્ધિપૂર્વક તો જિનવાણી વાંચવાની છે, ગુરૂમુખે સાંભળવાની છે, અને તત્વનો અભ્યાસ કરવાનો છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી. સંજ્વલન કષાય અને નવ નોકષાયના નાશ માટે જે કરણલબ્ધિ પ્રગટે છે તે ૮, ૯ અને ૧૦ ગુણસ્થાનમાં હોય છે. ૧૧. પ્રશ્ન- શરીર ઉપર ઠંડું પાણી નાખીને પંખા નીચે બેસી જઈએ ત્યારે જે શીતળતાનો અનુભવ થાય અથવા શરીર ઉપર ચીટીયો ભરીએ ત્યારે જે વેદનાનો અનુભવ થાય, આ અનુભવ જેને થાય છે તે આત્મા તે હું છું - આવા પ્રયોગ દ્વારા આત્માને પકડી શકાય કે નહીં? ઉત્તર નહીં ! આત્માના ધ્યાન માટે પરની પંચમાત્ર પણ આવશ્યક્તા નથી. ન પાણી નાખવાની કે ન અગ્નિ તપાવવાની. આપણી જ્ઞાનની પર્યાય આત્માને જાણતી રહે તેનું નામ ધ્યાન છે. એમાં પાણી વિગેરે કયાંથી આવી ગયા? આત્માનો જ્ઞાનસ્વભાવ છે, તેને પકડો. એ લક્ષણ છે. લક્ષણથી લક્ષ્યને પકડવામાં આવે છે.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy