SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય આ બે ભેદ ન અજીવ. એટલે કે આસવના દ્રવ્યાસવ અને ભાવાસવ કરતાં જીવાસવ અને અજવાસવ એ બે ભેદ કર્યાં. એવી જ રીતે બંધાદિકના પણ જીવ બંધ, અજીવ બંધ, જીવ સંવર, અજીવ સંવર, જીવનિર્જરા, અજીવનિર્જરા, જીવમોક્ષ, અજીવમોક્ષ – એવા ભેદ છે. - - ૫૦ જો ઉપર્યુકત આસ્રવાદિને જીવ અથવા અજીવમાં સામેલ કરવા હોય, તો જીવામ્રવને જીવમાં, અજીવામ્રવને અજીવમાં, જીવબંધને જીવમાં, અજીવબંધને અજીવમાં – એ પ્રમાણે સામેલ કરી શકીશું. દ્રવ્યોની જેમ તત્ત્વોને આપણે ભેદ કર્યા વિના જીવ કે અજીવમાં સામેલ નહીં કરી શકીએ. તત્ત્વવ્યવસ્થામાં સાત તત્ત્વો આ માટે બની ગયા, કારણ કે આસવાદિક પર્યાયોમાંથી જીવની પર્યાયોને જીવમાં સામેલ કરવી જોઈએ અને અજીવની પર્યાયોને અજીવમાં સામેલ કરવી જોઈએ; પરંતુ આ આસવાદિક પર્યાયો પર્યાયાર્થિકનયનો વિષય છે, દ્રવ્યાર્થિકનયનો વિષય નથી, આથી દ્રવ્યાર્થિકનયના વિષયને અલગ કરવા માટે આ પર્યાયોને અલગ રાખવી જોઈએ, તે કારણે આસ્રવાદિક પર્યાયોને જીવ-અજીવમાં સામેલ કરતાં તત્ત્વવ્યવસ્થામાં આસવાદિકતત્ત્વોને અલગ જ રાખ્યાં. જો આસવાદિકના જીવાસવ, અજીવાસવ-એવા ભેદ કરીને જીવ અને અજીવમાં સામેલ કરીએ; તો તે જીવ દ્રષ્ટિનો વિષયભૂત જીવ નહીં રહે, જેના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે; કારણ કે જીવામ્રવાદિને જીવમાં સામેલ કરવાથી રાગ અને મિથ્યાત્વ પણ સામેલ થાય છે, પર્યાય પણ સામેલ થાય છે. દ્રષ્ટિના વિષયભૂત જીવમાંથી આ બધાંને અલગ રાખવા માટે આસવાદિકને જીવ અને અજીવથી ભિન્ન તત્ત્વો કહેવામાં આવ્યાં. આ રીતે દ્રષ્ટિનો વિષયભૂત જીવ, બધાં અજીવ તેમજ આસવાદિકથી પણ ભિન્ન છે. જો જીવને માત્ર અજીવથી જ ભિન્ન કહીએ
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy