SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ તત્વવ્યવસ્થામાં દ્રષ્ટિનો વિષય વસ્તુવ્યવસ્થા મુજબ દ્રષ્ટિના વિષય સંબંધી વિસ્તૃત ચર્ચા કર્યા બાદ હવે સંક્ષિપ્તમાં તત્ત્વવ્યવસ્થામાં કહેલા સાત તત્ત્વોમાંથી દ્રષ્ટિના વિષય જીવ’ વિષે સંક્ષિપ્ત ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. આ જ સંદર્ભમાં હું એક વાત વધુ કહેવા માંગુ છું કે જિનવાણીમાં કથન કયા પ્રકારે હોય છે. જિનવાણીમાં દ્રવ્યોના નામોનો ઉલ્લેખ છ દ્રવ્યોરૂપે પણ આવે છે અને બે દ્રવ્યોરૂપે પણ આવે છે. છ દ્રવ્યોના નામ જીવ, પુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ છે. બે દ્રવ્યોના રૂપમાં ઉલ્લેખ દ્રવ્યસંગ્રહમાં આપણને આ રીતે મળે છે : 'जीवमजीवं दव्वं, जिणवरवसहेण जेण णिद्दिठें । देविंद-विंद-वंदं, वंदे तं सव्वदा सिरसा ॥१॥' (હરિગીત) જીવ અજીવ જેણે વર્ણવ્યાં દેવેન્દ્રવૃંદથી વંદ્ય તે, શિરસા નમીને સર્વદા, વંદુ હું જિનવર વૃષભને. ૧
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy