SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ - પર્યાયોનો અભેદ આમ અનિત્ય નામનો ધર્મ પણ નિત્ય હોવાથી દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. આ રીતે અનિત્યધર્મ અને નિત્યધર્મ – એમની અખંડતા દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. - 33 ‘દ્રષ્ટિના વિષય’ સંબંધમાં સમયસાર અનુશીલનમાં શિષ્યનો જે પ્રશ્ન છે, તે પણ દ્રષ્ટવ્ય છે; જે આ પ્રમાણે છે : ‘પ્રશ્ન:- પ્રત્યેક વસ્તુ સ્વચતુષ્ટયથી યુક્ત હોય છે. સ્વચતુષ્ટય વિના વસ્તુની કલ્પના પણ કરી શકાતી નથી. જેમ દરેક વસ્તુ સ્વયં દ્રવ્ય છે, તેનાં પ્રદેશ તેનું ક્ષેત્ર છે, તેનાં ગુણ તેનો ભાવ છે; તેમ તેની પર્યાયો તેનો કાળ છે. દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કરીને અને ગુણોને અભેદરૂપે રાખીને ‘ભાવ’ને સુરક્ષિત કરી લેવામાં આવ્યો, તે જ રીતે પર્યાયભેદનો નિષેધ કરીને અને પર્યાયોનો અભેદ રાખીને ‘કાળ’ને પણ સુરક્ષિત કરી લેવો જોઈએ; પરંતુ આપ તો પર્યાયોનો સર્વથા નિષેધ કરીને વસ્તુને કાળથી અખંડિત રાખવા માંગતા નથી. આ જ સમયસારમાં આગળ ભાવના ભાવવામાં આવી છે કે ‘ન વેળ ૩૯યામિ, ન ક્ષેત્રે खण्डयामि, न कालेन खण्डयामि, न भावेन खण्डयामि; सुविशुद्ध अको જ્ઞાનમાત્ર માવોઽસ્મિ ।'' ન હું દ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, ન કાળથી ખંડિત છું અને ન ભાવથી ખંડિત છું; હું તો સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ છું. આ ભાવનામાં આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પૂર્ણતઃ અખંડિત રાખવામાં આવ્યો છે.’’ ઉત્તર:- દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને સામાન્ય, અનાદિ અનંત ત્રિકાળીઘ્રુવ-નિત્ય, અસંખ્યાત પ્રદેશી-અભેદ, તૈમજ અનંતગુણાત્મક-અખંડ એક કહેવામાં આવ્યો છે. એમાં જેમ સામાન્ય કહીને દ્રવ્યને અખંડ રાખ્યું છે, અસંખ્યપ્રદેશી-અભેદ કહીને ક્ષેત્રને અખંડ ૧ સમયસાર (ગુજરાતી), પાનું ૬૨૧
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy