SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટિનો વિષય સભ્યજ્ઞાન છે અને જે ભગવાન આત્મામાં રમણ કરવાનું નામ સભ્યશ્ચારિત્ર છે; તે જ ભગવાન આત્મામાં આપણે પોતાપણું સ્થાપવાનું છે, તેને જ પોતારૂપ જાણવાનો છે અને તેનું જ ધ્યાન કરવાનું છે. જો એ ભગવાન આત્માના સ્વરૂપને સમજવામાં કોઈ ભૂલ રહી જશે, તો મિથ્યાત્વનો અભાવ નહીં થાય. જે રીતે દેહાદિક પરપદાર્થમાં એકત્વને કારણે મિથ્યાત્વ જ રહે છે, તે જ રીતે જો આપણે કોઈ અન્ય પદાર્થને આત્મા જાણીને તેમાં એકત્વ સ્થાપિત કરી દઈશું, તો આપણને મિથ્યાદર્શનની જ પ્રાપ્તિ થશે. દ્રષ્ટિનો વિષય સમજ્યા વિના ન તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે અને ન તો સમ્યજ્ઞાનની. આત્માનું ધ્યાન પણ એ વિના સંભવ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો મૂળ આધાર તો દ્રષ્ટિનો વિષયભૂત ભગવાન આત્મા જ છે. એના આશ્રય વિના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્પત્તિ થઈ શકતી નથી તો પછી આગળની તો વાત જ શું કરીએ ? દ્રષ્ટિનો વિષય એટલે તે ભગવાન આત્મા જે વાસ્તવમાં હું છું અને જેના સિવાય હું અન્ય કાંઈ નથી. આપણે આખી દુનિયાને બે ભાગોમાં વહેંચવાની છે. એક બાજુ રાખવાનો છે આપણો આત્મા કે જે દ્રષ્ટિનો વિષય છે અને બીજી બાજુ રાખવાનું છે આખા જગતને. આખા જગતમાં સ્ત્રી, પુત્ર, મકાન, જાયદાદ તો આવે જ છે, પણ સાથે આપણાં પંચપરમેષ્ટિ પણ આવી જાય છે. તેઓ પણ આપણાથી પર છે ને ? તેથી તેઓમાં પણ આપણે પોતાપણું સ્થાપિત કરવાનું નથી. ♦ અત્યારે આપણે ‘“હું’’ કહેતાં શરીર અને આત્માને મેળવીને કહીએ છીએ, પણ તે બરાબર નથી. તો સાચો ‘‘હું’’ કોણ છે, તે આપણે શિલ્પી અને મૂર્તિના ઉદાહરણથી સમજીએ.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy