SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા ૪૧ ઉત્પાદ થયો (બરાબર) ખરેખર, એ મોક્ષના ઉત્પાદનો પર્યાયનો એ જન્મક્ષણ જ હતો. (બરાબર) આહાહાહા... તે કાળે જેમ માટીમાંથી ઘડો થવાનો જન્મક્ષણ હોય છે, (જી) ત્યારે ઘડો થાય છે (બરાબર) નિમિત્ત હો. કુંભાર આદિ દોરી ને એ બધું કીધું છે પણ એ કોઈ એનાથી થાતું નથી. એમાં કહેશે હમણાં ધર્માસ્તિ, અધર્માસ્તિ સહાયક કારણ છે એનો અર્થ સમજવો જોઈએને આહાહાહા.... સાથે એક બીજી ચીજ છે.... (બરાબર) તેમ ભગવાન જ્યારે મોક્ષપદની પર્યાય પ્રગટ કરી (જી) ત્યારે કાળાદિ નિમિત્ત છે દ્રવ્યથી, (બરાબર) પણ એનાથી થયું નથી. (બરાબર) થઈ છે તો... નિશ્ચયથી તો એવું છે કે મોક્ષની પર્યાય પોતે ષટ્કરકે રૂપે પરિણમીને ઉત્પન્ન થઈ છે (બરાબર) લાલચંદભાઈ (જી પ્રભુ) આહાહાહા. જ્યારે વિકાર ભાવ પણ ષકારક રૂપે પરિણમન થઈ ને ઉત્પન્ન થાય (જી) કેમકે વિકાર એ દ્રવ્ય ને ગુણમાં નથી. (બરાબર) ત્યારે પર્યાયમાં સ્વતંત્ર એક સમયમાં, મિથ્યાત્વનો ભાવ હો કે રાગદ્વેષનો હો, એક ક્ષણમાં તે વિકાર, એ પર્યાય વિકારની કર્તા, પર્યાય, વિકારનો એનું કર્મ, કાર્ય. (બરાબર) આહાહા... એક સમયમાં છ બોલ. એનો સ્વતંત્રતા ઈ જાહેર કરે છે. (બરાબર) અને ઈ સ્વતંત્રતાનું તાત્પર્ય (જી) આહાહા.... વીતરાગતા છે (જી) વીતરાગતાનું ફળ, સ્વ ઉપર લક્ષ જાય ત્યારે વીતરાગતા આવે છે. (બરાબર) આહાહા... વીતરાગતાને... સમ્યક્રદર્શન એ વીતરાગ પર્યાય છે, (બરાબર) સમજાય છે કાંઈ? (જી) સમ્યક્દર્શન એક વીતરાગી પર્યાયનો જન્મ ક્ષણ, ઉત્પત્તિકાળ છે, (બરાબર) તે પણ સમ્યક્રદર્શનની પર્યાય, પોતાના પકારકથી પરિણમન થઈને ઉત્પન્ન થઈ છે... (બરાબર) જેને દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી (બરાબર) છતાં દ્રવ્યનો સહારો કહેવાય. આહાહા... આશ્રય... વીતરાગી તત્ત્વ, આ તો આજ મોક્ષનો દિવસ છે ને? એ કેવળ મોક્ષ પર્યાય થઈ એને એ મોક્ષમાર્ગની પર્યાયનો વ્યયનો કાળ હતો (જી, સાહેબ) અને મોક્ષની પર્યાયનો ઉત્પન્ન કાળ હતો (બરાબર) વસ્તુ ધ્રુવ રૂપે તો એનો ક્ષણ છે આહાહા...
SR No.007135
Book TitleSwatantratani Parakashta
Original Sutra AuthorN/A
AuthorKundkund Kahan Sat Sahitya Prachar
PublisherKundkund Kahan Sat Sahitya Prachar
Publication Year2009
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy