SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સમાધિસાધના પ્રકાશમય તે આત્મા કર્મયગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઈચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઈચ્છતા એવા આત્માથી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને પરમશાંત રસ રહસ્યવાકયમય સાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા ગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણો છે. અત્ર એક સ્મરણ સંપ્રાપ્ત થયેલી ગાથા લખી અહીં આ પત્ર સંક્ષેપીએ છીએ. भीसण नरयगईए तिरियगईए कुदेवमणुयगईए । पत्तोसि तिव्व दुखं भावहि जिणभावणा जीव ॥ ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામ્યો, માટે હવે તે જિનભાવના (જિન ભગવાન જે પરમશાંત રસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમશાંતસ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ (કે જેથી તેવાં અનંત દુઃખને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખસંપત્તિ સંપ્રાપ્ત થાય.) શાંતિઃ શાંતિઃ શાંતિઃ (૭૨૮) ૯ મમત્વ નિવૃત્તિ શ્રી માણેકચંદને દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy