SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના ૧૯૭ अकिंचनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवः । योगिगम्यं तव प्रोक्तं रहस्यं परमात्मनः ॥ –શ્રી આત્માનુશાસન હું અકિંચન, પરમાં મમતા રહિત છું, એમ અભ્યાસ કર. મારા આત્મા સિવાય અન્ય કોઈ પણ મારું નથી. હે આત્મન્ ! અનાદિની અન્યમાં પિતાપણાની માન્યતા તજી દઈ સ્વને વિષે સ્વપણાની બુદ્ધિરૂપ અકિંચનભાવને, આત્મભાવને ગ્રહણ કર. એ આત્મભાવનામાં તું નિરંતર નિમગ્ન રહે. એ આત્મભાવનામાં કે સ્વાનુભવ અમૃત સરોવરમાં નિરંતર નિમગ્ન રહેવાથી તે પરમ શાંત શીતળ સમાધિસ્થ થઈ શૈલેયને સ્વામી પરમાત્મા થઈશ. પરમાત્મપદ પ્રાપ્તિનું આ રહસ્ય, જે માત્ર ગીઓને જ ગમ્ય છે તે તેને સંક્ષેપમાં કહ્યું છે. “અકિંચનપણથી વિચરતાં એકાંત મૌનથી જિનસશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એ ક્યારે થઈશ ?” –શ્રીમદ્ રાજચંદ્ર अहमिको खलु सुद्धो दसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्म किचिवि अण्णं परमाणु मित्तंपि ॥ –શ્રી સમયસાર આત્માથી જ પ્રત્યક્ષ એવી ચૈતન્ય તિ માત્ર આત્મા તે હું છું. હું એક છું. સર્વ અશુદ્ધ પર્યાથી જુદે જ્ઞાનસ્વરૂપે અનુભવાતે હું સદા શુદ્ધ છું. ઉપગ લક્ષણે સનાતન સ્કુરિત એ જ્ઞાનદર્શનમય છું. સદા અરૂપી છું. તેથી ભિન્ન અન્ય કઈ પણ પરમાણુ માત્ર પણ મારું નથી. अहमिक्को खलु सुद्धो णिम्ममओ गाणदंसणसमग्गो । तमि छिओ तच्चित्तो सम्वे एए खयं णेमि ॥ –શ્રી સમયસાર
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy