SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સમાધિ-સાધના છે, અને અવિકલ મોક્ષ જેનું ફળ છે એવું બાર ભાવનાએથી સુંદર આ સંવરરૂપી મહાવૃક્ષ સર્વોપરી છે આત્મા અનાદિકાળથી પિતાના સ્વરૂપને ભૂલી રહ્યો છે, તેથી આસવરૂપ ભાવથી કર્મોને બંધ કર્યા કરે છે. પરંતુ જ્યારે તે પિતાના સ્વરૂપને જાણીને તેમાં તલ્લીન થાય છે, ત્યારે તે સંવરરૂપ બનીને આવતાં કર્મોને રેકે છે, અને પૂર્વકની નિર્જરા કરે છે જેથી મુક્ત થઈ જાય છે. એ સંવરનાં બાહ્ય કારણે સમિતિ, ગુપ્તિ, ધર્માનુપ્રેક્ષા, પરિષહજય આદિ કહ્યાં છે. નિજ સ્વરૂપમાં લીનતા, નિશ્ચય સંવર જાનિ; સમિતિ-ગુપ્તિ-સંયમ ધરમ, ધરે પાપકી હાનિ. ૯. નિર્જરાભાવના જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિતવવું એ નવમી નિર્જરાભાવના. જે સાધક દુર્વચનને, સાધમજને નિંદા કરે તેને, તથા ઉપસર્ગને, કષાય કર્યા વિના શાંતિપૂર્વક સહન કરી લે તે તેને વિસ્તારવાળી અત્યંત નિર્જરા થાય છે. અર્થાત પૂર્વે બાધેલાં ઘણાં જ કર્મો ક્ષય થઈ જાય છે. ઉપસર્ગ તથા પરિષહને એમ માને કે મેં પૂર્વજન્મમાં જે પાપસંચય કર્યું હતું તેનું આ ફળ છે, તેથી ભેગવી લેવું, તેમાં વ્યાકુલ ન થવું. જેમ કેઈનું દેવું કરી રકમ આણી હેય તે જ્યારે માગે ત્યારે આપી દેવી. તેમાં વ્યાકુળતા શી? એમ માને તેને ઘણી નિર્જરા થાય છે.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy