SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ–સાધના ૧૦૩ એ રીતે જ્ઞાનીના માર્ગ દ્વારા તત્વાર્થ સમૂહને જાણીને પર એવાં સમસ્ત ચેતન અને અચેતનને ત્યાગે. અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિષે, પરથી વિરહિત, ચિત-ચૈતન્ય ચમત્કાર માત્ર પરમ તત્ત્વને ભજે. અશુભ તેમજ શુભ સર્વ કર્મરૂપી વિષવૃક્ષોથી ઉત્પન્ન થતાં, નિજરૂપથી વિલક્ષણ એવાં ફળોને છોડીને જે જીવ હમણુ સહજ ચૈતન્યમય આત્મતત્ત્વને, સહજાન્મસ્વરૂપના આનંદને આસ્વાદે છે તે જીવ અલ્પકાળમાં મુક્તિને પામે છે, એમાં શું સંશય છે? ચૈતન્યશક્તિથી રહિત અન્ય સકળ ભાવને મૂળથી છેડીને અને ચૈતન્યશક્તિ માત્ર એવા નિજ સહજ આત્માનું અતિ સ્કુટપણે અવગાહન કરીને, આત્મા, સમસ્ત વિશ્વની ઉપર પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવે. જે તત્ત્વોના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકલ્પ છે, જેણે વિવિધ વિકલને હણી નાખ્યા છે, અને જેને જ્ઞાની પુરુષોએ કલ્પનામાત્ર રમ્ય એવાં ભવભવનાં સુખેથી તેમજ દુઃખથી મુક્ત કહ્યું છે તે પરમતત્વ સહજાત્મા જયવંત છે. બંધ અવસ્થામાં કે મેક્ષ અવસ્થામાં સમસ્ત વિચિત્ર મૂર્તદ્રવ્ય જાળ શુદ્ધ જીવન સ્વરૂપથી વ્યતિરિક્ત છે. એમ જિનદેવનું શુદ્ધ વચન બુધ પુરુષે કહે છે, આ જગપ્રસિદ્ધ સત્યને હે ભવ્ય ! તું સદા જાણ. જેમના ચિત્તનું ચરિત્ર ઉજજવળ છે એવા મેક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરે કે–“હું તે શુદ્ધ ચૈતન્ય માત્ર એક પરમ તિ જ સદાય છું, અને આ જે ભિન્ન
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy