SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ સમાધિ–સાધના સુખને અનુભવ કરે છે. બાકી આત્મજ્ઞાનથી વ્યતિરિક્ત બીજા વાણીના વિસ્તારવાળા ઘણા એવા સંવેદન જ્ઞાનવડે કાંઈ આત્મસુખને નિશ્ચય થતું નથી, કેમ કે થોડું પણ અમૃતસદ્દશ જ્ઞાન જ અનાદિ કર્મરેગને નાશ કરનારું છે. ' હે ભવ્ય ! હજાર નદીઓના જળથી પણ જેનું ઉદર પૂર્ણ થતું નથી એવા સમુદ્ર જે ઇંદ્રિયસમૂહ વિષયેથી કદાપિ તૃપ્ત થતા નથી. માટે અંતરાત્માએ કરીને જ તું તૃપ્ત થા. આ જીવ સંસારચકમાં રહેલા પરભાવેને આત્માપણે (પિતાપણે) માનીને, “આ શરીર જ આત્મા છે, એવી રીતના બાહ્યભાવને વિષે આત્મબુદ્ધિ ધારણ કરી બાહ્યાત્મપણને પામવાથી મેહમાં આસક્ત થયે સતે અનંત પુદ્ગલ પરાવર્ત સુધી સંસારચક્રમાં પર્યટણ કરે છે. તે જ જીવ નિસર્ગથી (સ્વયમેવ) અથવા અધિગમ (પરના ઉપદેશ)થી આત્મસ્વરૂપ તથા પરરૂપને વિભાગ કરીને “હું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છું, એ નિશ્ચય કરી સમ્યક રત્નત્રય સ્વરૂપવાળા આત્માને જ આત્મારૂપે જાણી તથા રાગાદિને પરભાવપણે નિશ્ચય કરી સમ્યવ્રુષ્ટિવાળે અંતરાત્મા થાય છે અને તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિના અવસરે નિર્ધાર કરેલાં સંપૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થવાથી પરમાત્મા બને છે. માટે ઇંદ્રિએના વિષયને ત્યાગ કર્તવ્ય છે, પણ વિષયેને જરા પણ વિશ્વાસ કરે નહીં. અહો! પૂર્વ ભવે આસ્વાદન કરેલા સમતાસુખનું સ્મરણ કરીને લવસત્તમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઇંદ્રાદિક પણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હેવાથી મુનિઓને ચરણ કમલમાં આળોટે છે. માટે વિષયને ત્યાગ જ કર્તવ્ય છે.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy