SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સમાધિ-સાધના ૩. સમાધિચાહના ( શાર્દૂલવિક્રીડિત છંદ ) જાગી જે જીવ તું, વિચાર કરી છે, શું સાર સંસારમાં? જીવે સર્વ દુખી દુખી બળી રહ્યા, રાગાદિ અંગારમાં; આધિ વ્યાધિ ઉપાધિ આદિ દુખને, સંતાપ જ્યાં સર્વદા, મૃત્યુ જન્મ જરાદિ દુઃખદરિયે, ત્યાં સૌખ્ય શું? જે, કદા? ૧ પામી દુર્લભ આ મનુષ્ય ભવને, જે તત્ત્વ જાણ્યું નહીં, આવ્યો પાર ન જે ભવાબ્ધિ દુઃખને, શું શ્રેય સાધ્યું અહીં? હું છું કેણ? સ્વરૂપ શું મુજતણું? આ બંધને શાં બધાં? છેડી સર્વ પ્રપંચ સંસ્કૃતિને અંત આણું કદા? ૨ ચિરાસી લાખ યોનિમાં ઑવ ડૂખ્યા, ચારે ગતિમાં ભમે, વેદે દુઃખ સદા પરાધીન રહી, સત્સૌખ્યમાં ન રમે; ચકી શક સમા સુખી પણ ચહે, આત્મિક શાશ્વત સુખે, આ ચિંતામણિ યુગ સાર્થક કરું, છેદું ભવાબ્ધિ દુખ. ૩ દેખું રાજ નિમગ્ન આત્મસ્વરૂપે, સશાંતિમાં રાજતા, ટાળી ભ્રાન્તિ અનાદિ આત્મિક સુખે અત્યંત વિરાજતા; રેકુ વૃત્તિ અતિ જતી વિષયમાં, રેર્ક વિકલ્પાવલી, ત્યાં સહજત્મ પ્રકાશ તિ ઝળકે, ઊર્મિ ઉરે ઉજવેલી. ૪ વૃત્તિ સ્થિર થતાં પ્રભુ સ્વરૂપમાં, તાત્વિક વૃષ્ટિ લસે, શાંતિ શીતળતા સુધારસનિધિ હેજે ઉરે ઉલ્લસે શ્રી સહજાત્મતણે અચિંત્ય મહિમા, દૃષ્ટિપણે જ્યાં વસે, ભાસે તુચ્છ ત્રિલેક, વૃત્તિ વિરમે, સ્વાત્મસ્થતા વિલશે. ૫
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy