________________
નથી તેથી તે થતી ન હોય તેથી સાહસ,
સ્વાનુભૂતિ નથી તેથી અન્યત્વભાવનાની જે વાસ્તવિક શુક્ર અસર થવી જોઈએ તે થતી નથી. છતાં પ્રત્યે અધ્યાત્મિક પદાર્થ ભલે થોડે અશુદ્ધ હેય તે પણ તે તેને થોડે ઘણે પ્રભાવ તો પડે જ છે. અને તેથી સાહસ, પરાક્રમ ને વીરતા પ્રગટાવે છે.
પ્રકૃતિનું એ એક ગણિત છે કે જેટલું દેહભાન _Body-consciousness-ઘટે તેટલું આત્મભાન વધે અને આત્મભાન વધે તેટલું દેહભાન ઘટે ( Bodyconsciousness varies inversely with Soul consciousness). સર્વ સંતપુરુષમાં આત્મભાન સોળે કળાએ પ્રકાશનું કારણ તેમનું દેહભાન સર્વીશે જતું રહ્યું હતું અને અન્યત્વભાવના સિવાય દેહભાન નષ્ટ કેણું કરશે? હું આ શરીરાદિ પરપદાર્થથી ભિન્ન છું એ ભાન પ્રગટ્યું કે હું શુદ્ધ આત્મસ્વરૂપ છું એ ભાવ આપઆપ આવશે.
આપણાં શાસ્ત્રોમાં શાલિભદ્રજીની વાત તે સૌ કોઈ જાણે છે. અત્તરના હેજ સિવાય તેમણે ક્યારેય સ્નાન કર્યું નહોતું. બત્રીસ બત્રીસ સુકુમાર પત્નીઓનાં રક્તાધર બિંબ સિવાય બીજું કંઈ પાન કર્યું નથી. શયનગૃહના વિલાસી વાતાવરણ સિવાય બહાર શ્વાસ પણ ખેંચ્યું નથી. આ જ શાલિભદ્રની મેહનિદ્રા ઊડે છે ત્યારે સંસારમાંથી પિતાની જાતને ખેંચી લઈને--જે કાંઈ પારકું છે તેમાંથી પિતીકું તારવી લઈને-- અન્ય”થી અન્યત્વભાવ કેળવીને વૈભારગિરિ પર અધ્યાત્મિક મેર માંડે છે. તપશ્ચર્યાથી કાય એવી તે શેષે છે કે ચાલે