________________
૫૪.
આત્મબોધ
હે સહજાનંદી ! આ પુદ્ગલાનંદિપણું તને શોભે નહિ, તેને ત્યાગ કર, અને સહજ સુખને ભેગતા બન. ૬૩,
હે સુખથી! સુખની શોધ બહાર કરવાને બદલે અંતરની ગુફામાં તેની શેધ કર, ત્યાં જ તે તને સાંપડશે, આજે નહિ. ૬૪.
હે વિવેકી ! વિવેકથી પંથ કાપ જે, રસ્તામાં વિષયવિકારના કાંટા વેરાયેલા છે, તેથી સાવધાન રહેજે. ૬૫.
હે મુસાફર ! આ મુસાફરખાનાને મેહ ન કરજે. ૬૬.
હે પ્રવાસી ! પ્રવાસ સાવધાનીથી કરજે. રસ્તામાં કામ, ક્રોધ, મોહ, લેભાદિ લૂંટારાને વાસ છે, તે તને ન લૂંટી લે તે માટે સતત જાગૃત રહેજે. ૬૭. - હે શિવાભિલાષી ! તારા કલ્યાણ માટે, શિવ સુંદરીને વરવા ઉતાવળે, પ્રમાદ છેડીને પ્રયત્નવંત બનજે. ૬૮.
હે વિલક્ષણ! તારી વિલક્ષણતાની શેપ આજથી–અત્યારથી આદર. ૬૯.
હે પંથી ! સુખાભાષને મેહ, ત્યાગ તે સાચું સુખ લાભે, બીજે કંઈ ઉપાય નથી. ૭૦.
હે પરદેશી ! પરદેશને સ્વદેશ સમજવાની અજ્ઞાનતા દૂર કરવા સતત પ્રયત્ન સેવ. ૭૧.
હે પુરુષાથી ! સ્વાનુભવ પ્રાપ્તિને પુરુષાર્થ તું સત્વર આદરજે. ૭૨.