________________
૪૮
આત્મબોધ ઉઠ જાગૃત થા! બધા જ નિર્બળ વિચારેને હદયમાંથી ખંખેરી નાખ. હૃદય ગુહામાં તેને પ્રવેશ થવા દે નહિ. ૨૫.
હે શૂરવીર! સતત સશક્ત વિચારમાં જ રમ. ૨૬.
હે વીરાત્મા ! ઉન્નત વિચારમાં જ સદા મનને લીન રાખ. ૨૭.
હે જીવાત્મા ! વિચાર, ભાવના એ જ કર્મ છે. તેનાથી તારું ચરિત્ર નિર્માણ થાય છે. નિકૃષ્ટ વિચારોથી નિર્બળ ચરિત્ર અને સશક્ત વિચારેથી સબળ ચરિત્રનું નિર્માણ થાય છે. ૨૮. * સદા જાગૃત રહીને, સાવધાન રહીને, એક પણ અશુભ, નિર્બળ વિચારને મનમાં દાખલ થવા દઈશ નહિ. ૨૯
દિલની ગુફામાંથી કુસંસ્કારોને શેધી શેધીને, વીણી વીણને દૂર કરવાને હે વીર ! તું સતત પુરુષાર્થ કરજે. તેમાં જરા પણ પ્રમાદ ન કરીશ ! ૩૦.
- હે માનવ ! સદા ઉંચા ઉંચા સંકલ્પને અંતરમાં સ્થાન આપતા શીખજે. એ જ સુખને રાજમાર્ગ છે. ૩૧.
ઉનત કલ્પનાના સમુદ્રમાં સદા સ્નાન કરે, તેમાં રસબસ રહે. દુઃખ દૂર કરવાને આ રાજમાર્ગ છે. ૩૨.
હે મહામાનવ ! મને મંદિરમાં સદા ઉન્નત સંકલ્પના મહાન સિંહાસન પર આરૂઢ થજે. તેથી તારા ભાગ્યનું નવનિર્માણ થશે. ૩૩.