________________
આત્મ પ્રબંધક ભાવનાઓ
૧૪
મંગલ ભાવના ધર્મને પાયે દઢ કરવા જે તમે ઈચ્છતા હે તે તમે વારંવાર નીચેની ભાવનાઓનું રટણ કરે.
(ભાવના ભાવવી એટલે મનથી તેમાં ઓતપ્રોત થવું. વચનથી બહુમાન કરવું, અનુદના કરવી, અને કાયાથી પિતાની શક્તિ ગાવ્યા વિના શકય એટલું ઉચિતપણે આચરણમાં મૂકવું.)
જગતના સર્વ અને હું નમાવું છું (તેઓના અપરાધને હું સહી લઉં છું.) મારે સર્વની સાથે મૈત્રી ભાવ છે. કોઈની સાથે વેર નથી.
જગતના સર્વ જીવનું કલ્યાણ થાઓ. સર્વ પ્રાણુ સમૂહ પારકાનું હિત કરવાની ભાવનાવાળા બને. સર્વ જી નિષ્પાપ બને. સર્વને સબુદ્ધિ મળે! સર્વે બેધિબીજ પામે ! સર્વના સર્વ દે નાશ પામે, દોષ રહિત બને. સર્વત્ર સર્વ લેક સુખી થાઓ !”
“જગતના સર્વ આત્માઓ મારા આત્મા સમાન છે. એટલે મને જેમ સુખ ઈષ્ટ છે, અને દુઃખ અનિષ્ટ છે, તેમ જગતના સર્વ ને સુખ ઈષ્ટ છે.
જે વસ્તુ આપણને અનિષ્ટ હોય તે બીજા પ્રત્યે ન ઈચ્છવી, ન આચરવી. હું સર્વનું હિત ઈચ્છું છું. હું સર્વનું શુભ ઈચ્છું છું. હું સર્વનું પરમસુખ ઈચ્છું છું.
નિશ્ચયનું લક્ષ્ય રાખી શુદ્ધ વ્યવહારનું પાલન કરવાથી આત્મસ્વરૂપ અનુભવાતું જોવાય છે.