________________
આત્મ પ્રબંધક ભાવનાઓ બધા કર્મોને નાશ કર્યો છે, અને જેણે આત્માના અનંત ગુણેને પ્રાપ્ત કર્યા છે એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું.
આત્માના આઠ ગુણેને આચ્છાદિત કરનાર આઠ કર્મો છે એને નાશ કરવાની ભાવનાઓ. ૧. જ્ઞાનાવરણીય કર્મને નાશ થાઓ, અનંત જ્ઞાન ગુણ
પ્રગટ થાઓ. ૨. દર્શનાવરણીય કર્મને નાશ થાઓ, અનંત દર્શન ગુણ
પ્રગટ થાઓ. ૩. મેહનીય કર્મને નાશ થાઓ, અનંત આત્મિક સુખ,
ક્ષાયિક સમ્યક્ત્વ અને વીતરાગ ચારિત્ર એ ગુણ પ્રગટ
થાઓ. ૪. અંતરાય કમને નાશ થાઓ, અને અનંત આત્મિક સુખ
પ્રાપ્ત થાઓ. ૫. વેદનીય કર્મને નાશ થાઓ, અને અનંત અવ્યાબાધ સુખ
પ્રગટ થાઓ. ૬. આયુષ્ય કર્મબંધનને નાશ થાઓ, અને અજર, અમર
ગુણ પ્રગટ થાઓ. ૭. નામકર્મ દૂર થાઓ, અરૂપી અવસ્થા પ્રાપ્ત થાઓ. ૮. શેત્ર કર્મને નાશ થાઓ, અને અગુરુ લઘુ ગુણ પ્રગટ
થાઓ. બધા કર્મોને નાશ થાઓ, અને આત્મિક અનંત ગુણે પ્રગટ થાઓ.