________________
આવભાવના
૭. આસવભાવના :
કર્મ આવવાનાં કારણથી આસવ-કર્મનું આવવાપણું થાય છે. જેવી રીતે સમુદ્રમાં વહાણ હોય તેમાં છિદ્રો વડે પાણી પ્રવેશ કરે, તેવી રીતે સંસારસમુદ્રમાં રહેલા જીવને સત્તાવન દ્વારથી આસવ થાય છે. પાંચ પ્રકારના મિથ્યાત્વભાવ, પાંચ ઈદ્રિ અને છઠ્ઠા મનની વિષયમાં પ્રવૃત્તિ અને છકાય જીવની હિંસાને ત્યાગ નહીં એમ બાર પ્રકારે અવિરતિ, અનંતાનુબંધી આદિ પચીસ કષાયે તથા મન, વચન, કાયાના પંદર ભેદો રૂ૫ ગની પ્રવૃત્તિ એટલે મિથ્યાત્વ, અવત, કષાય આદિને અનુસરીને મન, વચન, કાયાથી (૫+૧૨+૨૫+૪+૪+૭=૧૭) શુભ, અશુભ કર્મને આસવ (આવવું) થાય છે.
પુણ્ય, પાપના સંગે મળેલા વિષયભેગમાં સંતેષ, વિષયે પ્રત્યે વૈરાગ્ય ભાવ, પોપકારનાં પરિણામ, દુઃખી પ્રત્યે દયા, તનું ચિંતવન, સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ આદિ ચાર ભાવના, પંચ પરમેષ્ઠીની ભક્તિ, ધર્માત્મા ઉપર અનુરાગ, તપ, વ્રત, શીલ, સંયમમાં પરિણામ ઇત્યાદિ રૂપ મનની પ્રવૃત્તિથી (શુભ) પુણ્યને આસવ થાય છે.
પરિગ્રહની અભિલાષા, ઈદ્રિયેના વિષયમાં અતિ લુપતા, પરનું ધન હરી લેવાનાં પરિણામ, અન્યાયમાં પ્રવર્તન, અભક્ષ્યભક્ષણ, સાત વ્યસનનું સેવન, પરની નિંદામાં પ્રીતિ, પરનાં સ્ત્રી, પુત્ર, ધન, આજીવિકાના નાશની ઈચ્છા, પરના અપમાનની ઈચ્છા, પિતાની મેટાઈની સ્પૃહા ઈત્યાદિરૂપ મનની પ્રવૃત્તિથી અશુભ (પાપ) આસવ થાય છે.