SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એકવભાવના ૧૦૭ આદિ કુગતિમાં કોણ મદદ કરશે ? એકલે પિતે જ ભગવશે. આયુષ્ય પૂરું થતાં એકલે મરે છે; મરણથી બચાવવા કોઈ બીજે સમર્થ નથી. અશુભ પાપનું ફળ ભેગવતાં કોઈ દુઃખમાં ભાગ પડાવે તેવું નથી. પરલોક જતી વખતે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, દેહ, પરિગ્રહાદિ કોઈ સાથે જતું નથી. કર્મ એકલા આત્માને લઈ જાય છે. આ લેકમાં જે બાંધવ, મિત્ર આદિ છે તે પરલેકમાં બાંધવ મિત્રાદિ નહીં થાય. જે ધન, શરીર, પરિગ્રહ, રાજ્ય, નગર, મહેલ, પલંગ, આભરણ, નેકર આદિ સામગ્રી અહીં છે, તે પરલેક સાથે જશે નહીં. આ દેહના સંબંધીઓ આ દેહને નાશ થતાં સંબંધ છેડી દેશે. પિતાનાં કરેલાં કર્મ પિતાને જ પરાધીનપણે ભેગવવા પડશે. જીવ એકલે જ જશે. માટે સંબંધીઓમાં મમતા કરીને પરલેક બગાડે એ મહા અનર્થ છે. સમ્યકત્વ, વ્રત, સંયમ, દાન, ભાવના આદિ વડે જે ધર્મ આ જીવે અહીં ઉપાર્જન કર્યો હશે, તે જ માત્ર આ જીવને સહાય કરનાર છે. એક ધર્મ વિના કેઈ સહાય કરનાર નથી. પિતે એકલે જ છે. ધર્મના પ્રતાપે જીવ સ્વર્ગલેકમાં ઈન્દ્રપણું, મહદ્ધિકપણું પામીને તીર્થંકર, ચકવતી, મંડળેશ્વર થઈ ઉત્તમ રૂપ, બળ, વિદ્યા, સંહનન, જાતિ, કુલ, જગપૂજ્યપણું પામીને મોક્ષે જાય છે. જેવી રીતે કેદખાનામાં પુરાયેલા કેદીને કેદખાના ઉપર રાગ નથી, તેવી રીતે સમ્યફષ્ટિ જ્ઞાની પુરુષને દેહરૂપી કેદખાના ઉપર રાગ નથી. ધન, કુટુંબ, અભિમાન આદિ ઘેર બંધનમાં પરાધીન થઈને, જીવ દુઃખ ભેગવે છે.
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy