________________
સ્વાધ્યાય સંચય : ૫૯
ભવભીતિ ભંજન, દુ:ખ નિકંદન, પાપમંજન શુચિકર, સહજાત્મ મગ્ન, કર્મભગ્ન, મુક્તિલગ્ન, શિવકરં; અમૃતવચન, શાંતચિત્ત, બાનરક્ત, શમધર, ચૈતન્યવક્ત, મોહત્યક્ત, સિદ્ધિસક્ત, સુખકર, ૨ ભવવારિ તારી દુખ નિવારી મુક્તિનારી દાયક, અદ્ભુત શક્તિ આત્મવ્યક્તિ ભવવિરક્તિ વિધાયકં; સર્વજ્ઞશાસન ભવ વિનાશન શિવપ્રકાશન પથવાં, ભવિહિત, વિધાન, યુગપ્રધાન, બોધિદાન ધો વર. ૩ જલકમલવત્ નિર્લેપ કર્મ, આત્મધર્મે સ્થિતિધર, અશરીરી ભાવે, નિજસ્વભાવે, રમણ કરતા ગુરુવર; ભવતરણ-તારણ દુ:ખ-નિવારણ, શર્મકારણ જયકર,
જ્યવંત હો! ત્રણ કાળ, હે આત્મસ્થ યોગીગણ વર. ૪ બોધિ સમાધિ નિધાન અદ્ભુત વિશ્વશાંતિ સુખકર, તુજ ચરણ-શરણે રમણ વારણ મરણ વ્યાધિ ભયહરં; તન મન વચન આત્મા સમર્પણ ચરણકજ હો ભવહરે, સહજાત્મરામી, દુ:ખવિરામી, શાંતિધામી શિવકરે. ૫
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત પદો
ભક્તિનો ઉપદેશ શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ ગ્રહો તરુકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લો. ૨ સમભાવિ સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. ૩