________________
સ્વાધ્યાય સંચય : ૪૦૭
પારસમણિ વિના રે જે પથરા મળે,
તેણે કાંઈ કંચન તે નવ થાય; સમજણ વિના રે જે સાધન કરે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.... સમજણ ૦ દશ મણ અગ્નિ રે લખિયે કાગળે,
એ લઈ રૂમાં જો અલપાય; એની ઉષ્ણતાએ રૂ નથી દાઝતું,
રતિ એક સામે પ્રલય જ થાય.... સમજણ ૦ જીવપણું મટે રે અનહદ ચિતવે,
એ તો પાણી રહિત છે રે વિચાર; જે નર સમક્યાં રે ત્યાં શમ્યા રે,
કહે અખો ઊતર્યા તે ભવપાર.... સમજણ ૦
અંતે સંતને તેડાવે રે, હરિનું ભજન કરવા, કરમાં માળા આલી રે, મૂરખ જ્યારે સૂતો મરવા... અંતે - નાનપણે ઘર ધંધામાં ધાયો, વૃદ્ધપણે હરિગુણ ગાય, ઘર લાગ્યું ત્યારે કૂવો ખોદાવે, એ અગ્નિ કેમ ઓલવાય; જીતી બાજી હાર્યો રે, પત્થરને નાવ બેઠો તરવા... અંતે અંત સમય છાપ તિલક બનાવે, ભૂલી ગયો જ્યારે ભાન, એરણની ચોરી સોયનું દાન, એમ કેમ આવે વિમાન; ગુરુજ્ઞાન ન આવ્યું રે, બુદ્ધિ તારી ગઈ ચરવા... અંતે જીવતી નારીને જેવી પુરુષની આશા, એમ હરિ ભજે ફળ થાય, વૃદ્ધા નારીને નહિ પુત્રની આશા, એનો એળે જન્મ વહી જાય; હરિને બેઠો ઠગવા રે, એંસી વર્ષે વર-વરવા... અંતે