________________
સ્વાધ્યાય સંચય : ૩૯૭
મારી નાડ તમારે હાથે, હરિ સંભાળજો રે,
પ્યારા! પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે. મારી છે પથ્યાપથ્ય નથી સમજાતું, દિલ સદૈવ રહે ઊભરાતું;
મને હશે શું થાતું નાથ! નિહાળજો રે. મારી છે અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઈ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે. મારી છે વિશ્વેશ્વર! શું હજુ વિચારો, બાજી હાથ છતાં કેમ હારો?
મહા મુંઝારો મારો, નટવર ટાળજો રે. મારી કેશવ-હરિ’ મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ થેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે. મારી છે
ટેક ,
દેવ છે
દેવ છે
ઇચ્છું નિશદિન એવું દેવ! ઇચ્છું નિશદિન એવું; સદાય તુજને સેવું દેવ! ઇચ્છું નિશદિન એવું. અજાણતાં પણ મારા કરથી, શ્રેય સર્વનું થાઓ; તન-મન-ધન-સાધન સહુ મારાં, એ પંથે યોજાઓ. અર્પણ યોગ્ય સ્થળે કરું એવી પ્રેમદશા પ્રગટાવો; યાચકતાની અધમ દશા ટળી, ઉદાર ગુણ ઉભરાવો. પાપપંથમાં પગ મુજ ન પડે, એ સમજણ પ્રભુ આવો; સુખમાં પણ વીસરું નહિ તુજને, એ અધિકાર જમાવો. કામ-ક્રોધ-મદ-લોભ લૂંટારા, લીએ ન મુજને લૂંટી; અંતસમે મને અકામ મરણ, કાળ ન મારે કૂટી. મૃગજળ જેવા વિવિધ વિષયમાં, મન લલચાય ન મારું; શરણાગત આ ‘સંતશિષ્યને તારક શરણું તારું.
દેવ,
દેવ ૦
દેવ ૦