________________
સ્વાધ્યાય સંચય : ૩૯૫
પ્રલાપો પ્રેમીના દિલના, સનમ જાણે ધણી જાણે; તુંહી તુંહી નાદ ઘાયલના, ઘવાયા હોય તે જાણે. વિલાપો જાનકીજીના, બુઝે શું લોક લંકાના? પિછાને કોઈ હનુમાના, ખરેખર રામજી જાણે. મીરાંનાં પ્રેમ આંસુને, કઠિણ રાણોજી શું જાણે? બનેલું ઘેલું એ જાણે, ખરું શ્રી સંતજી જાણે.
દેવ દુર્લભ ઘેલછા (મીરાં) અમે ઘેલાં થયાં બાઈ રે, ઘેલામાં ગુણમાં ગુણ છે લાધ્યું, આગે તો અમે કાંઈ નવ જાણતાં, મન માયામાં બાંધ્યું, ભવસાગરમાં ભૂલા પડિયાં, મારગે મળિયા સાધુ રે...
ઘેલામાં ગુણ છે લાબું... ઘેલાં તો અમે પ્રભુનાં ઘેલાં, દુરિજનિયાં શું જાણે? જે રસ દેવદેવીને દુર્લભ, તે રસ ઘેલા માણે રે...
ઘેલામાં ગુણ છે લાધ્યું... ઘેલાં તો અમને પ્રભુએ કીધાં, નિરમલ કીધાં નાથે. પૂર્વજન્મની પ્રીતડી રે, પ્રભુએ ઝીલ્યા હાથ રે
ઘેલામાં ગુણ છે લાધ્યું... ઘેલાં ઘેલાં તમે શું કહો, ઘેલાં ઘેલાંનું કરશે, સુખનું કેતાં દુ:ખ જ લાગે, તે નર ક્યાંથી તરશે રે...
ધેલામાં ગુણ છે લાવ્યું... ઘેલાં તો અમે કાંઈ નવ જાણતાં, સાધુ શરણાં લીધાં, મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સમજે કારજ સીધાં રે...
ઘેલામાં ગુણ છે લાધ્યું...